રાહ-લખાપુરા રોડ પર વરસાદી પાણી ભરાતાં હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 12:53:14
  • Views : 474
  • Modified Date : 2020-08-13 12:53:14

    થરાદના રાહ ગામથી અડધો કિ.મી.ના રસ્તામાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાવાથી યોગ્ય નિકાલના અભાવે લખાપુરા, કમાળી, ભલાસરા, ભુરીયા જેવા ગામોના વાહન ચાલકો હેરાન-પરેશાન છે. રાહ ગામના અગ્રણી મેવાભાઈ ખટાણા અને ડો. ઇશ્વરભાઇ સુથારે જણાવ્યું હતું કે ‘આ રસ્તા ઉપર કેટલાક ખેડૂતોના ખેતરો આવેલા છે. જેથી અભ્યાસ કરતા બાળકો તેમજ દૂધ ઉત્પાદકોને સવાર સાંજ દૂધ ભરાવવા આવવાની તકલીફો વેઠી રહ્યા છે તેમજ વરસાદી પાણીનો ભરાવો રહેતા હોવાને કારણે ગ્રામીણ લોકોને હાલાકી પડી રહી છે તો આ રસ્તા પર આવન-જાવન કરતા બાળકો અને વૃદ્ધોને તકલીફ પડી રહી છે. જેથી આ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો તંત્ર પાસે આશા છે.

Download Our B K News Today App



Related News