ફલુ ગામમાં દેશીદારૂની ખાલી થેલીઓ ફેંકવાના મુદ્દે ઉહાપોહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 14:39:23
  • Views : 366
  • Modified Date : 2020-03-18 14:39:23

વિજાપુરના ફલુ ગામે સોમવારે રાત્રે કોઇ અજાણ્યા વ્યક્તિ દેશીદારૂની થેલીઓ ટાવરથી પંચાયત ઘર સુધી ફેંકી જવાની ઘટનાથી ગામજનોમાં રોષ પ્રસર્યો છે. સવારથી ભેગા થયેલા ગામજનોએ પોલીસને બોલાવી જવાબદારને પકડી પગલાં લેવા માંગણી કરી હતી. ફલુ ગામમાં મંગળવારે વહેલી સવારે દૂધ ભરાવવા જઇ રહેલા ગામજનો રોડ પર પડેલી દેશીદારૂની ખાલી પોટકીઓ જોઇ ચોંકી ગયા હતા.સમય જતા મોટી સંખ્યામા ભેગા થઇ ગયેલા ગામજનોએ તપાસ કરતા ગામના ટાવરથી પંચાયત ઘર સુધી દેશીદારૂની ખાલી થેલીઓ કોઇ અજાણ્યા વ્યક્તિ ફેંકી ગયાનુ સ્પષ્ટ થતા ભારે રોષ પ્રસર્યો હતો અને તાત્કાલિક લાડોલ પોલીસને જાણ કરી હતી. લાડોલ પોલીસે બુટલેગરોને તાત્કાલિક પકડી લેવા આશ્વાસન આપ્યું હતું. સરપંચ વસંતીબેન વિપુલસિંહ રાઠોડે કહ્યુ કે, રાત્રી સમયે કોઇએ દેશીદારૂની ખાલી થેલીઓ ફેંકી ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ગણતરીના સમયમાં ગામજનો સાથે મોટી સંખ્યામા ભેગી થયેલી મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો. આ અંગે લાડોલ પોલીસમાં ફરિયાદ આપી હતી.

Download Our B K News Today App



Related News