વડોદરા જિલ્લામાં દેશી ગુલાબને બદલે કાશ્મીરી ગુલાબની ખેતીનું ચલણ વધ્યું, ખેડૂતોની આવકમાં દોઢ ગણો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 16:02:40
  • Views : 955
  • Modified Date : 2020-02-17 16:02:40

વડોદરા જિલ્લામાં બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે, જેમાં ફૂલોની ખેતી અથવા ફ્લોરિકલ્ચરનો સમાવેશ થાય છે. ફૂલોની ખેતી આમ તો છૂટીછવાઈ જિલ્લાના તમામ તાલુકામાં થાય છે પરંતુ એ મુખ્યત્વે કેન્દ્રિત થઈ છે કરજણ, વડોદરા અને પાદરા તાલુકાઓમાં દેશી ગુલાબને બદલે હવે કાશ્મીરી ગુલાબની ખેતીનું ચલણ વધ્યું છે. જેનાથી ખેડૂતોની આવકમાં દોઢ ગણો વધારો થયો છે.જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી યોગેશ પટેલ જણાવે છે કે, એક સમયે જિલ્લામાં ખાસ કરીને કરજણ તાલુકામાં દેશી ગુલાબની ખેતી થતી હતી. જેનું સ્થાન હવે કાશ્મીરી ગુલાબની ખેતી લઈ રહી છે. હાલમાં જિલ્લામાં 500થી 600 વીઘા જમીનમાં કાશ્મીરી ગુલાબની ખેતી થઈ છે. યોગેશભાઈના જણાવ્યા પ્રમાણે કરજણ તાલુકાનાં મુખ્યત્વે રણાપુર, કોઠિયા, દેરોલી અને નર્મદા કાંઠે આવેલા શાયર, નાની કોરલ, મોટી કોરલ જેવાં ગામોમાં કાશ્મીરી ગુલાબનો વાવેતર વિસ્તાર છે.વડોદરા તાલુકાના બીલ જેવાં ગામોમાં એની ખેતી શરૂ થઈ છે.બીલ ગામના ખેડૂત વિશાલ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી હું ગુલાબની ખેતી સાથે સંકળયેલો છું. નવા ગુલાબની ખેતીને કારણે અમારી આવકમાં દોઢ ગણો વધારો થયો છે. તેની સાથે કાશ્મીરી ગુલાબનું આયુષ્ય 72 કલાક હોવાથી તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે. વડોદરા જિલ્લામાં દેશી અને કાશ્મીરી ગુલાબ ઉપરાંત મોગરો, સેવંતી, ગલગોટા અને પારસનાં ફૂલોની ખેતી થાય છે, જેનો વિસ્તાર 800 થી 900 વીઘા હોવાનું અનુમાન છે. ઓછા પ્રમાણમાં લીલી અને રજનીગંધાની પણ ખેતી થાય છે. જિલ્લાના પાદરા તાલુકામાં ગલગોટા અને સેવંતીની ખેતી અંદાજે 150 વીઘામાં થાય છે.જ્યારે પાદરા અને વડોદરા તાલુકાઓમાં મોગરો અને પારસ ઉગાડાય છે. દેશી અને કાશ્મીરી ગુલાબ સહિત અન્ય ફૂલો વેચાણ માટે મોટેભાગે વડોદરાના ફૂલ બજારમાં લાવવામાં આવે છે.ફૂલોની બાગાયતની વાત કરીએ તો જિલ્લામાં દેશી અને કાશ્મીરી ગુલાબ ઉપરાંત મોગરો, સેવંતી, ગલગોટા અને પારસના ફૂલોની ખેતી થાય છે જેનો વિસ્તાર 800 થી 900 વિંઘાં હોવાનું અનુમાન છે.ઓછા પ્રમાણમાં લીલી અને રજનીગંધાની પણ ખેતી થાય છે.જિલ્લાના પાદરા તાલુકામાં ગલગોટા અને સેવંતી ની ખેતી અંદાજે 150 વિંઘામાં થાય છે.જ્યારે પાદરા અને વડોદરા તાલુકાઓમાં મોગરો અને પારસ ઉગાડાય છે. દેશી અને કાશ્મીરી ગુલાબ સહિત અન્ય ફૂલો વેચાણ માટે મોટેભાગે વડોદરાના ફૂલ બજારમાં લાવવામાં આવે છે.નર્મદા કાંઠા ના જે ગામો થી ભરૂચ જિલ્લો નજીક છે, એ ગામો ભરૂચની બજારોમાં ફૂલો મોકલે છે.અને આ બજારોમાં થી ફૂલો છેક સૌરાષ્ટ્રના શહેરો,સુરત અને મુંબઇના બજારોમાં મોકલવામાં આવે છે. આમ, વડોદરાની ધરતીની સુવાસ મુંબઈને પણ મઘમઘાવે છે.ખાસ વાત એ છે કે કાશ્મીરી ગુલાબ વધુ ખડતલ એટલે કે ટકાઉ હોવાથી દેશીની સરખામણીમાં બજારોમાં માંગ વધી રહી છે.જો કે એ ફક્ત રાતા રંગના જ હોય છે. દેશી ગુલાબ બહુધા રાત્રે ચૂંટવામાં આવે છે જેને સવારે બજારમાં પહોંચાડવા અનિવાર્ય છે.એની પાંખડીઓ ઝડપ થી ખરી જાય છે. કાશ્મીરી ગુલાબ દડા જેવા હોય છે અને ત્રણ થી ચાર દિવસનું ટકાઉપણુ ધરાવે છે. એ ગુચ્છામાં ઊગે છે.એની સુગંધ જો કે દેશી કરતા ઓછી હોય છે પણ ઘેરો રાતો રંગ એને વધુ આકર્ષક બનાવે છે.પ્રેમ પર્વ એટલે કે વેલેન્ટાઇન ડે નિકટ છે.વસંત પંચમી જે ભારતનું પ્રેમ પર્વ છે એ હમણાં જ ગયું.આ અવસરો એ મોટાભાગે વિદેશી ,દાંડી વાળા મોંઘા ગુલાબની ખૂબ માંગ રહે છે.કાશ્મીરી ગુલાબ એનો વિકલ્પ બની શકે છે.એને જો દાંડી સાથે ચુંટી લેવામાં આવે તો કટ રોઝનો વિકલ્પ બની શકે અને એ રીતે એની માંગ વધી શકે એવું એક મંતવ્ય છે.બાગાયત ખાતુ ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા વાવેતર વિસ્તારમાં સહાય આપે છે. પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને હેકટર દીઠ રૂ.૧૬૦૦૦ ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ.૧૦૦૦૦ હજારની સહાય આપવામાં આવે છે.તેની વિગતવાર જાણકારી બાગાયત ખાતા પાસે થી મેળવીને આઇ ખેડૂત પોર્ટલના માધ્યમ થી લાભ લઈ શકાય છે.

Download Our B K News Today App



Related News