દેશની સૌથી મોટી કાવડયાત્રા, એક સરખા ડ્રેસમાં 2 હજાર મહિલાઓ જોડાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:37:52
  • Views : 1184
  • Modified Date : 2019-08-26 12:37:52

સુરતમાં 2 હજાર મહિલાઓ કાવડયાત્રામાં જોડાઇ છે. દેશમાં મહિલાઓની આ સૌથી મોટી કાવડયાત્રા છે. નીલકંઠ મહાદેવ વરાછા વિસ્તારથી કાવડયાત્રાની શરૂઆત થઇ. શહેરના પ્રગતિપથ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2000 જેટલી મહિલાઓની કાવડયાત્રા નીકળી હતી.જેમાં મહિલા દ્વારા કાવડ લઈ અશ્વિનીકુમારનાં નિલકંઠેશ્વર મહાદેવ મંદિરથી તાપી માતાનું જળ કાવડમાં ભરી પૂણાગામનાં શિવમંદિરમાં અભિષેક કરવાનું આયોજન હોય છે. જો કે ત્યારબાદ મંદિરમાં રુદ્રીપાઠ સાથે પૂજા કરવામાં આવે છે અને પ્રસાદી સાથે મહિલાઓ પરત ફરતા હોય છે.સમગ્ર યાત્રાના બંદોબસ્તમાં 100 જેટલાં સ્વયંસેવકો છે. શ્રાવણ માસ નિમિત્તે શહેરમાં કાવડયાત્રાઓ સતત ચાલી રહી છે. દર વર્ષે શ્રાવણ મહિનાનો કોઈપણ એક સોમવાર પસંદ કરાય છે. આ વર્ષે છેલ્લાં સોમવારે મહિલાઓની કાવડયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે.  શ્રાવણ માસમાં છેલ્લાં સાત વર્ષથી મહિલાઓ દ્વારા કાવડયાત્રા કાઢવામાં આવે છે.સુરત શહેરમાં 2 હજાર મહિલાઓ દ્વારા કાવડયાત્રા નીકાળવામાં આવી છે. આ કાવડયાત્રા નીલકંઠ મહાદેવ વરાછા વિસ્તારમાં નીકળીને પૂણા વિસ્તારમાં આવેલા શિવમંદિર સુધી જાય છે. ભારતમાં ફક્ત મહિલાઓની સૌથી મોટી કાવડ યાત્રા સુરતમાં નીકળે છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 વર્ષથી મહિલાઓ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહિલાઓ દ્વારા દર વર્ષે શ્રાવણ મહિનાનો કોઇપણ એક સોમવાર પસંદ કરવામાં આવે છે. સુરત શહેરમાં આજે અંદાજે બે હજાર મહિલાઓ કાવડયાત્રા જોડાયાં છે. આ કાવડ યાત્રામાં મહિલાઓ એક જ સરખા ડ્રેસમાં જોવા મળે છે. 


Download Our B K News Today App



Related News