ઉર્જા ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન છે મંત્રી સૌરભભાઈ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 13:25:55
  • Views : 435
  • Modified Date : 2019-12-30 13:25:55

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જી.ઈ.બી. એન્જીનીયર્સ એસોસિયેશનનું ૨૬ મુ ત્રિવાર્ષિક અધિવેશન યોજાયુ હતુ. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તમામ એન્જીનીયર્સ અને કર્મચારીઓ સહિત સૌના ટીમ વર્કથી ઉર્જા ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન છે. તેમણે કહ્યું કે ઉર્જાક્ષેત્રે દેશના સર્વોચ્ચ એવોર્ડ નં ૧ થી ૪ સુધીના પણ ગુજરાતને મળ્યા છે આવી જ્વલંત સિધ્ધિ બદલ મંત્રીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એન્જિનિયર્સ સહિત તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. મંત્રીએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આપેલ દરેક ટારગેટ નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. મંત્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે ભુકંપ કે પુર-વાવાઝોડા જેવી આપતીના સમયે નિગમના સૌ એન્જિનિયર્સ સહિત સ્ટાફ દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવે છે જેની નોંધ રાષ્ટ્રીય કક્ષા સુધી લેવાઈ છે. ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી છે એમ જણાવતાં મંત્રીએ કહ્યું કે નિગમ ના તમામ એન્જીનીયર્સ સહિત કર્મચારીઓ પોતાની ફરજ અને જવાબદારી સારી રીતે સમજી સમર્પિત ભાવે ફરજ બજાવે છે પરિણામે સિધ્ધિઓ મેળવી શકાય છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડનુ એડવાન્સ પ્લાનિંગ પણ બહુ જ સારુ હોય છે.  નિગમ દ્વારા રાજ્યભરમાં સરસ ઈન્ફાસ્ટ્રચર ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. પ્રજાના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લેવામાં આવેછે. ખેડૂતોને જરૂરી તમામ સહાય અને સહયોગ આપવા સરકાર કટિબધ્ધ છે. મંત્રીએ કહ્યું કે ગુજરાત ઉર્જા ક્ષેત્રે સશક્ત સ્ટેટ છે. ફાયનાન્સીયલ ડિસીપ્લીન સારી રીતે જાળવવામાં આવે છે જેથી પ્રજાને સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. તેમણે કહ્યું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ કંપનીઓ રાષ્ટ્રિય કક્ષાએ અગ્રેસર છે. સ્પર્ધાના  આ યુગમાં બહુજ કાળજી અને જવાબદારીપૂર્વક પ્રયાસો કરીએ. તેમણે કહ્યું કે પ્રાઈવેટ વીજ કંપનીઓની તુલનામાં આપણી બહુ જ સારી સેવા-સુવિધાઓ આપીએ છીએ.  વીજ ગ્રાહકોની ફરીયાદોના નિવારણ માટે નિગમ દ્વારા સંનિષ્ટ પ્રયાસો કરવામાં આવે છે પરતુ તે સાથે નવીન શરૂઆત કરવામાં આવે અને એસ. એમ. એસ. થી ગ્રાહકને ફરિયાદના નિરાકરણ અંગે જવાબ આપવામાં આવે તો પ્રજા સાયે સારો સંપર્ક કેળવી શકાય અને નિગમની પ્રતિષ્ઠા પણ વધે. આ અંગે સ્થાનીક 



Download Our B K News Today App



Related News