ધાખાના ડેપ્યુટી સરપંચ વધુ સંતાનો મામલે સસ્પેન્ડ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-21 15:59:18
  • Views : 531
  • Modified Date : 2020-03-21 15:59:18

ધાખા ગામના ડેપ્યુટી સરપંચને વધુ સંતાનો હોવાના નિયમો મુજબ સસ્પેન્ડનો હુકમ કરી કરી દેવામાં આવ્યો હતો. ધાખા ગ્રામ પંચાયતોમાં વોર્ડ નંબર-4માં સભ્ય તરીકે ચૂંટાઇ આવેલા રતનીબેન વગતાભાઇ ગોદળી પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી.જોકે તાજેતરમાં અરજદાર ભુરાભાઇ ગણેશભાઇ મોરએ ડેપ્યુટી સરપંચ રતનબેનને પાંચ સંતાનો હોવાની ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી. વધુ સંતાનો હોવાનો મામલો જિલ્લા પંચાયતમાં ચાલી જતાં જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરી જાણકારી મેળવી હતી.અંતે જિલ્લા વિકાસ અધિકારીએ 11 માર્ચે ડેપ્યુટી સરપંચ રતનબેનને વધુ સંતાનો હોવાના નિયમો અનુસાર સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.જેથી પંચાયતી બેડામાં ખડભળાટ મચવા પામ્યો હતો.જેથી તાલુકા પંચાયતના અધિકારીઓ હુકમની બજવણી કરવા ધાખા ગામે પહોંચી ગયા હતા.

Download Our B K News Today App



Related News