દિયોદરમાં લાખો રૂપિયાના ઉઘરાણા કરીને વૃક્ષ વવાયાં ક્યાં ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 12:12:20
  • Views : 515
  • Modified Date : 2019-05-03 12:12:20

દિયોદર એટલે સુંદર અને શિક્ષણ હોય કે વિકાસ તમામ ક્ષેત્રે હારણફાળ ભરી રહેલો વિસ્તાર. અહીં લોકો સેવાભાવી વધુ. લોકસેવા હોય કે પર સેવા હોય હંમેશા અગ્રેસર રહેતું ધબકતું દિયોદર.  તમામ ક્ષેત્ર વિકાસની હારણફાળ ભરી રહ્યું છે ત્યારે દિયોદરના જાગૃત નાગરિકોને અને સેવાભાવી અધિકારીઓને દિયોદરના હાઇવે વિસ્તારમાં રોડ પહોળો કરતા તમામ વૃક્ષો કાપી નાંખેલ. જેને લઈને ઉહાપોહ મચી ગયેલ. તેને ધ્યાને લઈને દિયોદરના મુખ્ય અધિકારીની આગેવાનીં દિયોદર ના ૩ વ્યક્તિઓને ઉઘરાણાની જવાબદારી સોંપાએલ અને તેમાં ખાસી એવી સફળતા મળેલ અને લોકોએ ઉદાર હાથે લોકફળો આપેલ. જેમાં ૧૦ હાજર, ૫ હજાર, ૨૧૦૦ હજાર જેવી માતબર વ્યક્તિ દીઠ સહયોગ રાશિ આપતા પ્રથમ મીટિંગમાં ૧ લાખથી વધુ ઉઘરાણું થયેલ. ત્યાર બાદ પણ  લાખો રૂપિયાના અકડાંએ ફાળો પહોંચેલ. જેનો ખર્ચ વૃક્ષ માટેના પાંજરા પણ બનાવેલ અને ખાડા ખોદેલ.  વૃક્ષો વવાયેલાં અને મોટા ઉપાડે ફોટા પડાવેલા. પણ અત્યારે સ્થળ ઉપર કોઈ જ વૃક્ષ ઉપલબ્ધ નથી. લાખો રૂપિયાનો વ્યય થયેલ જે સાબિત થાય છે. જાગૃત લોકો ભર ઉનાળે વૃક્ષો વવાય તો લોકોને છાંયડો ઉપલબ્ધ થાય તે ઉમદા હેતુએ ઉદાર હાથે લાખો રૂપિયાનો ફાળો એળે ગયાનો અફસોસ કરી રહ્યા છે. ત્યારે વહીવટ કરાવવા વાળાઓ પણ જાગૃત બની હિસાબ માંગે કે ઝાડ વાવ્યા તો શુ હલતાં છે અને કેટલું ઉઘરાણું કરીને કેટલો ખર્ચ થયેલ અને સારસંભાળ કેટલી લીધી અને કેટલા વૃક્ષો હયાત છે. જો હિસાબ રજુ થાય તો ખબર પડે કેટલા વૃક્ષનું વાવેતર કેટલા રૂપિયામાં થયું બાકી અત્યારે તો વૃક્ષો વાવેતરના ફાળાનો અફસોસ કહી શકાય

Download Our B K News Today App



Related News