પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 12:26:47
  • Views : 96
  • Modified Date : 2023-12-25 12:26:47

ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીની હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે. દિલ્હીમાં ધુમ્મસને કારણે વિઝીબિલીટીને અસર થઇ રહી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યમાં અનેક સ્થળે ગાઢ ધુમ્મસ છવાયુ છે. ચાલુ સપ્તાહે કાતિલ ઠંડી પડવાની આગાહી આપવામાં આવી છે.ઉત્તર ભારતમાં શિયાળાની ઋતુ ચરમસીમાએ છે. દિલ્હી-NCR સહિત ઉત્તર પ્રદેશમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવાર અને બુધવારે તાપમાનમાં વધુ એકથી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ પછી તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય કાશ્મીરમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહમાં હવામાનમાં ઉતાર-ચઢાવનો ક્રમ ચાલુ રહેશે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Download Our B K News Today App



Related News