ડેન્ગ્યુ વાયબનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ડેન્ગ્યુ વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 12:51:03
  • Views : 430
  • Modified Date : 2019-07-23 12:51:03

ડેન્ગ્યુ વાયબનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ડેન્ગ્યુ વાયરલ ફીવરના વાવડ વચ્ચે ગામડાં-નગરોમાં સરકારી-ખાનગી દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી રહી છે કાળઝાળ ગરમી-બફારા વચ્ચે રવિવારે કાંકરેજ તાલુકાના થરા પાલિકા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડતા સર્વીસ રોડ પર કેટલીક જગ્યાએ ભૂવા પડયા હતા તો સર્વીસ રોડની છેલ્લાં ત્રણ વર્ષથી સફાઈ નહી થયેલી હોવાથી ફુટપાથની ગટરો કાદવ કીચડ-પ્લાÂસ્ટકના ઝબલા-કચરાથી  પૂરેપૂરી ભરાઈ ગઈ છે. જેમાં વરસાદી પાણી મળતા આ ગટરનું ગંદુ પાણી સર્વીસ રોડ પર બેક મારીને આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતના નારા બોલાવતા નેતાઓ-કાર્યકરો અધિકારીઓ થરા પાલિકામાં ડેન્ગ્યુ વાયરલ ફીવટના ગભરાટ વચ્ચે ગટરોનું નિરીક્ષણ કરશે ખરું ?? લોકો આક્રોશભેર કહે છે કે, ચૂંટાયેલા ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોને વિકાસલક્ષી ગ્રાન્ટ વાપરવામાં જેટલો રસ છે એટલો પ્રજાલક્ષી કાર્યો કરવામાં નથી. પાલિકા તંત્રના સત્તાવાળાને ચૂંટાયેલા કોર્પોરેટરો જવાબદારી નેશનલ હાઈ-વે કે. બી.એસ. એન એલ.ની કામગીરી ખરાબ હોવા પર ઢોળે છે. થરા પાલિકા વિસ્તારમાં રખડતા ગાય, આખલા, કુતરા અને ફુટપાથ પરના દબાણો દૂર કરી ગટરોની સફાઈ કરાવવી પ્રિમોન્સુન એકશન પ્લાનનો કડક પણ અમલ ના થઈ શકે ? થરા પાલિકામાં સેનીટેશન ઈન્સ્પેકટર અને બીજા કર્મચારીઓનો પગારને પેટ્રોલ-ડીઝલ વાહનો ઓજારોનો ખર્ચ કેટલો ઉધરે છે. ઈન્ચાર્જ ચીફ ઓફિસર રૂડાભાઈરબારી કંઈક રૂડું વિચારી પાલિકા વિસ્તારની પ્રજા ડેન્ગ્યુ જેવા રોગચાળાના ભરડામાં ફસાય તે પહેલાં ગટર સફાઈ-દબાણો મુક્ત ફુટપાથ-ગટર કરાવવા પ્રયત્ન કરશે ? જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી મામલતદાર-ટીડીઓ, આરોગ્ય અધિકારી થરા પાલિકાના સર્વીસ રોડની ગટરોને ફુટપાથના દર્શન કરી લોકોને સુવિધા અપાવવામાં સફળ થશે. કે કેમ તે આવનારો સમય બતાવશે. 


Download Our B K News Today App



Related News