ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાએ ભયજનક સપાટી વટાવી, 20 ગામોને એલર્ટ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 14:35:02
  • Views : 781
  • Modified Date : 2019-08-09 14:35:02

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી 24 ફૂટ થઇ છે. ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 22 ફૂટ છે. અને આજે ગોલ્ડન બ્રિજે તેની ભયજનક સપાટી વટાવતા ભરૂચ જિલ્લાના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લા કલેક્ટરે તાકિદે બેઠક બોલાવીનર્મદા ડેમમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. અને ભરૂચ ખાતે આવેલા ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે. ગોલ્ડન બ્રિજની સપાટી હાલ 24 ફૂટ છે. અને તે વધીને 25 ફૂટને પાર કરે તેવી શક્યતા છે. જેથી ભરૂચ જિલ્લા કલેક્ટરે આજે સવારે તાકિદે બેઠક બોલાવી હતી. અને નર્મદા જિલ્લાના ડેમના કાંઠાના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઇભરૂચ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, અમે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરીએ છીએ. અને તંત્રને પુરતો સહકાર આપે તેવી વિનંતી કરીએ છીએ. અમે લોકો કાંઠા વિસ્તારમાં પોલીસ સાથે રાખીને સતત પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News