દાંતા હાઇવે માર્ગ ઉપર લાઈટ અને ફૂટપાથ બનાવવા લોકોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 11:31:38
  • Views : 381
  • Modified Date : 2020-07-31 11:31:38

  દાંતાથી અંબાજી તરફ આકાર પામી રહેલ ચારમાર્ગીય રસ્તા ઉપર લાઇટિંગ અને માર્ગની આસપાસ ફુટપાથ બનાવવાની ઉગ્ર માંગ પ્રજામાં ઉઠવા પામી છે. આ અંગે દાંતા ગ્રામ પંચાયત સરપંચ સહીત તાલુકા સદસ્ય અને ગામ આગેવાનો દ્વારા સાંસદ અને માર્ગ અને મકાન વિભાગને પણ લેખિત જાણ કરી છે.યાત્રાધામ અંબાજીને જોડતા માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે માર્ગ ઉપર આવેલ તાલુકા મથક દાંતામાં રાત્રી દરમિયાન અંધારપટ છવાઇ જાય છે. જેને લઇ રાઉન્ડ ધ ક્લોક અંબાજી તરફ ઉભરાતા વિવિધ વાહનો સહીત પદયાત્રીઓ અને દૂર દૂરના અંતરેથી દાંતા આવતા મુસાફરો માટે ભારે મુશ્કેલી ઉભી થઈ રહી છે. બીજી તરફ નવીન આકાર પામી રહેલ ચારમાર્ગીય હાઇવેની આસપાસ સર્વિસ રોડ પણ બનાવવામાં આવી રહ્યો નથી. જેને લઇ વિવિધ સ્કૂલો તેમજ વાણિજ્ય એકમોથી સંકળાયેલા માર્ગ ઉપર અકસ્માતની સંભાવના પણ પ્રબળ બની છે.


Download Our B K News Today App



Related News