દાંતીવાડા ડેમમાં SDRF દ્વારા ફ્લડ રેસ્ક્યુની મોકડ્રીલ યોજી ડેમનું નિરીક્ષણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 18:29:25
  • Views : 837
  • Modified Date : 2020-06-19 18:29:25

બનાસકાંઠા જિલ્લાએ અગાઉના વર્ષોમાં પૂરની પરીસ્થિતિનો સામનો કર્યો હતો. ભવિષ્યતમાં પણ જિલ્લામાં આવી કુદરતી કે માનવ સર્જીત આપત્તિ સર્જાય તો કેવી રીતે ખુબ ઝડપથી બચાવ અને રાહતની કામગીરી કરી શકાય તથા જાનહાની ટાળી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે મડાણા એસ.આર.પી.ગ્રુપ-૩ના જવાનો દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી.આ મોકડ્રીલમાં બે સહેલાણી કપલ દાંતીવાડા ડેમની મુલાકાતે આવે છે અને ડેમમાં બોટીંગ દરમ્યાન બીજી બોટ સાથે અથડાવાથી બોટ ઉંધી વળી જાય છે અને બન્ને કપલ ડેમમાં પડી જાય છે. આવા સમાચાર કંટ્રોલ રૂમને મળતાં તાત્કાલીક એસ.ડી.આર.એફ.ના જવાનો બોટ અને તરવૈયાઓ સાથે પહોંચી જઇ તેમને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતાં. રેસ્ક્યુ કરાયેલ કપલને મેડીકલ ટીમે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત દવાખાને પહોંચાડવામાં આવ્યા હતાં.આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલેએ એસ. ડી. આર. એફના જવાનોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં આ જવાનોએ સુરક્ષાના તમામ સાધનો સાથે સજ્જ થઇ ખુબ સરસ મોકડ્રીલ યોજી છે. તેમણે કહ્યું કે વર્ષ-૨૦૧૫ અને ૨૦૧૭માં બનાસકાંઠા જિલ્લામાં આવેલ પૂરના સમયે ટાંચા સાધનો વચ્ચે પણ આ જવાનોએ ખુબ સારી રાહત અને બચાવની કામગીરી કરી હતી. આજે એસ.ડી.આર.એફ. ની કંપની સાધનો અને એન.ઙી.આર.એફ. જેવી તાલીમથી સજ્જ છે. તેમણે કહ્યું કે કોઇપણ આપત્તિને પહોંચી વળવા એસ.ડી.આર.એફ.ની ટીમ મક્કમ ઇરાદાઓ સાથે સજ્જ છે. કલેકટરશ્રીએ દાંતીવાડા ડેમના દરવાજા લાઇટથી, જનરેટરથી, મશીનથી અને માણસો દ્વારા મેન્યુઅલ ખોલાવી- બંધ કરાવી ડેમનું નિરીક્ષણ કર્યુ હતું....

Download Our B K News Today App



Related News