દિલ્હી એઇમ્સની ટીમ રાજકોટમાં: પ્રથમ મેડિકલ કોલેજ શરૂ થશે

  • Published By :
  • Published Date : 2020-02-06 17:31:47
  • Views : 395
  • Modified Date : 2020-02-06 17:31:47

દિલ્હીની AIIMSની ટીમ ગુરુવારે રાજકોટ આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિશ મહેતા અને મેડિકલ કોલેજના ડીન સાથે આ ટીમે બેઠક યોજી છે. દિલ્હીની ટીમના ડો.સંજીવ મિશ્રા, એમ.આર. બીસમોરા, ડો.સુરજીત ઘટા, ડો. જગદીશ ગોયલ રાજકોટ આવ્યા છે.તેમણે AIIMS પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે, જોકે એઇમ્સની મેડિકલ કોલેજ શરૂ કરવા ભાડે બિલ્ડીંગ રાખવું કે નહીં તે અંગે માહિતી એકત્ર કરાશે. AIIMS હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની પ્રવેશ પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. મેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડીંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી સહિતની માહિતી એકત્ર કરવામાં આવશે.આમ આ અગાઉ દિલ્હીથી આવેલી AIIMSની ટીમ દ્વારા ફેબ્રુઆરી માસમાં એઇમ્સના ખાતમુહૂર્તની તૈયારી દાખવવામાં આવી હતી અને આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવે તેવી પૂરી શકયતા જોવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News