રક્ષામંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે 'અગ્નિપથ' યોજનાની સમીક્ષા, એરફોર્સ અને નેવી ચીફ પણ બેઠકમાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 15:23:19
  • Views : 254
  • Modified Date : 2022-06-18 15:23:19

રાજધાની દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના અકબર રોડ સ્થિત આવાસ પર વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર . ચૌધરી અને નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર સહિત ત્રણેય સેનાના અન્ય વરિષ્ઠ કમાંડર્સ અને ડિપાર્ટમેટ ઓફ મિલિટ્રી અફેયર્સના અધિકારીઓ સાથે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરી રહ્યા છે. આ રિવ્યૂ મીટિંગમાં થલસેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડે સામેલ નહીં થાય. કારણ કે, તેઓ વાયુસેનાની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેવા માટે હૈદરાબાદના ડૂંડીગલમાં છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ પણ રાજનાથ સિંહના નિવાસ સ્થાને મુલાકાત દરમિયાન હાજર છે. 

આપને જણાવી દઈએ કે, સશસ્ત્ર દળની ભરતી માટે કેન્દ્ર સરકારની નવી યોજના અગ્નિપથને લઈને દેશના કેટલાય રાજ્યોમાં ત્રણ દિવસથી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. બિહારમાં સૌથી વધારે આગ અને તોડફોડની ઘટનાઓ થઈ છે. આ યોજના 14 જૂનના રોજ જાહેર કરવામાં આવી છે. તેના બીજા જ દિવસથી અલગ અલગ રાજ્યોમાં યુવાઓને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. અગ્નિપથ યોજનાને લઈને વિરોધની આગ સમગ્ર દેશમાં ફેલાતા જોઈને રક્ષામંત્રી રાજનાથ સિંહ અગ્નિપથ સ્કીમને લઈને શનિવારે સમીક્ષા બેઠક કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News