ડીસાના યુવકે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બનાવ્યું મશીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 10:21:55
  • Views : 599
  • Modified Date : 2020-07-03 10:21:55

કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે એક અનોખું "કોવિડ-19 સુરક્ષા કવચ’ સેન્સર્સ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કોઇ વ્યક્તિ નજીક આવે તો સેન્સરમાંથી તુરંત જ બીપનો અવાજ આવે છે.  કોરોના વાઇરસનું સંક્રમણ વધતું અટકે અને આસાનીથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે તે માટે ડીસાના સોનું રામરતન સોનીએ તેમનામાં રહેલી ક્રિએટિવિટીની મદદથી લોકડાઉન દરમ્યાન નવરાસની પળમાં એક એવી મશીન બનાવી છે કે જે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે મહત્વનું કામ કરે છે. આ મશીન લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. સોનુંએ ટેક્નોલોજીના મદદથી અને કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી એક મશીન બનાવી છે કે મશીન ગળામાં પહેર્યા બાદ તમારી નજીક એકથી દોઢ મીટર સુધી કોઇ વ્યક્તિ આવે તો સેન્સરમાંથી તુરંત જ બીપનો અવાજ આવે છે. આમ બે મીટરના અંતરમાં કોઇ ઓબ્જેકટ આવે તો તમને તરત જ એલર્ટ કરે છે. આ મશીનનું નામ "કોવિડ-19 સુરક્ષા કવચ’ આપ્યું છે. જેમાં બે અલગ-અલગ સેન્સર્સ લગાવ્યા છે અને આ સેન્સર્સ સામાજીક અંતર બનાવી રાખવા માટે જે તે વ્યક્તિને માહિતી આપે છે. કોરોના વાઇરસનું સંક્રમણ હવે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને કોરોનાના  વધતાં જતાં સંક્રમણને અટકાવવા માટે માસ્કની સાથે સાથે સામાજીક અંતર જાળવવું પણ ખૂબ જરૂરી બની ગયું છે. ત્યારે હવે કોરોના સામેની આક્રમક લડાઇના બદલે લોકોએ રક્ષાત્મક અભિગમ અપનાવવો પડશે તે ખૂબ જરૂરી બની ગયું છે. સોનું રામરતન સોનીએ જણાવ્યું કે‘કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સેન્સર પહેરવાથી એકથી દોઢ મીટર સુધી કોઇ વ્યક્તિ નજીક આવે તો સેન્સરમાંથી તુરંત જ બીપનો અવાજ આવે છે. જેથી આપણે પણ સાવચેત રહીએ તે માટે સરકાર દ્વારા આ પ્રોજેકટને અમલમાં મુકવો જોઈએ.

Download Our B K News Today App



Related News