ડીસાની આકાશવિલા સોસાયટીના રહીશોએ પાણી મુદ્દે પાલિકા ગજવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 14:33:08
  • Views : 522
  • Modified Date : 2020-07-06 14:33:08

ડીસાની આકાશ વિલા સોસાયટીના રહીશો શુક્રવારે પાણીના મુદ્દે પાલિકા કચેરીમાં ધસી જઇ હોબાળો મચાવી દીધો હતો.  ડીસા હાઇવે વિસ્તારમાં આવેલી આકાશ વિલા સોસાયટીના રહીશો ભરઉનાળામાં પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. પાલિકા દ્વારા સતત આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે શુક્રવારે 200 થી વધુ મહિલાઓ પાલિકા વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરતાં-કરતાં પાલિકા કચેરીમાં ધસી આવી હતી. પાણીની વિકટ સમસ્યાને સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. અગાઉ આ વિસ્તારના પાલિકા સદસ્ય અને પાલિકાના પાણી પુરવઠાના ચેરમેનને પણ રજૂઆત કરતાં તેમણે તેમના વિસ્તારમાં બોર બનાવી આપવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ ડીસા પાલિકાના પ્રમુખે આ બાબતે કોઇ જ મંજૂરી ના આપતા આ વિસ્તારના લોકોને અત્યારે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે ઉશ્કેરાયેલા લોકો શુક્રવારે ડીસા  પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા પહોંચી ગયા હતા. 


Download Our B K News Today App



Related News