ડીસામાં અડધો ઈંચ, ધાનેરામાં 9 મીમી વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 10:58:11
  • Views : 537
  • Modified Date : 2020-07-09 10:58:11

 બનાસકાંઠામાં બુધવારે  ડીસા 11, ધાનેરા 9, દિયોદર 8, લાખણી 7, પાલનપુર 4 અને કાંકરેજમાં 2 મિમિ વરસાદ બુધવારે બપોરે પડ્યો હતો. જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાતાં રહીશો સહિત વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડીસામાં બુધવારે બપોરે હવામાનમાં પલટો આવ્યા બાદ ઝાપટા પડ્યા હતા. જેને લઇ 11 મિમિ વરસાદ નોંધાયો હતો. રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભીલડીમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે ધાનેરા પંથકમાં પણ બપોરે 9 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે દિયોદર પંથકમાં લાંબાગાળાના ઊકળાટ ધીમીધારે વરસેલા વરસાદથી 8 મિમિ વરસાદ નોંધાવા પામ્યો હતો. ત્યારે પ્રજાજનોને ગરમીથી આંશિક છુટકારો મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણીના ખાબોચીયા ભરાયા હતા.લાખણી પંથકમાં પણ ધીમીધારે 7 મિમિ વરસાદ વરસ્યો હતો. તેમજ પાલનપુરમાં 4 મિમિ  સામાન્ય વરસાદ વરસ્યો હતો. વરસાદને લઇ આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તેમજ કાંકરેજ તાલુકાના થરા, કંબોઇ સહિત પંથકમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો હતો અને વરસાદી ઝાપટાથી ઠેર ઠેર પાણી ભરાયા હતા.જ્યારે શિહોરી-કંબોઇ ઝાપટા પડયા હતા. પાલનપુર પાલિકા દ્વારા શહેરમાં ચોમાસાની ઋતુ અગાઉ પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાય છે. છતાં દર વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વિસ્તારના માર્ગો વરસાદી પાણીથી ઉભરાય છે. ત્યારે મંગળવારે દિવસ દરમિયાન થયેલા સામાન્ય વરસાદમાં જ બસ સ્ટેન્ડ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જોકે બુધવાર સુધી પાણી ન ઓસરતાં બસ સ્ટેન્ડમાં આવતા લોકોને પાણીમાંથી પસાર થવું પડ્યું હતુ.

Download Our B K News Today App



Related News