ડીસાના વેપારીના બ્રાન્ડેડ ઘીનું ડુપ્લીકેટીંગ કરાતા ફરિયાદ સુરતના ત્રણ શખ્સોએ લોગો અને ટ્રેડમાર્ક કોપી કરી સસ્તા ભાવે વેચાણ મૂક્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-12 11:20:43
  • Views : 313
  • Modified Date : 2022-06-12 11:20:43

 

 ડીસાના વેપારીને જાણ થતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

 

ડીસાના વેપારીના બ્રાન્ડેડ ઘી પ્રોડક્ટના લોગો,સ્ટીકર તથા લેબલની કોપી કરી તેના જેવું ડુપ્લીકેટ ઘી ઓનલાઈન વેચાણ કરતા સુરતના ત્રણ શખ્સો સામે ડીસાના વેપારીએ કોપીરાઈટ એક્ટ અને ટ્રેડમાર્ક એકટ હેઠળ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ડીસા ના વેપારીની પ્રોડક્ટ કરતા ઓછી કિંમતે માલ વેંચતા હોવાનો પણ ફરિયાદી આક્ષેપ કર્યો છે.

 

  અંગેની વિગત એવી છે કે ડીસા હાઈવે પર આવેલ ઉન્નતિ પાર્ક સોસાયટીમાં રહેતા અપૂર્વ શંકરભાઈ કતીરા ડીસા ખાતે "દિવ્ય કામધેનું 2 દેશી ગીર કાઉ ઘી" ના લેબલ હેઠળ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરાવી દૂધ અને ઘી ની પ્રોડક્ટ નું વેચાણ કરે છે. તેઓ દિવ્ય કામધેનું ના માલિક અને લોગોના ટ્રેડમાર્ક કોપીરાઈટના માલિક છે. તેઓએ  વર્ષ 2017 થી રજીસ્ટ્રેશન કરાવેલું છે અને તેઓ પોતાની પ્રોડક્ટનું એમેઝોન  અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન શોપિંગ એજન્સીઓ મારફતે પણ વેચાણ કરે છે.જેઓએ એક લીટર ઘી ની બોટલ ની કિંમત રૂપિયા ૧૯૮૯ની રાખેલી છે.

દરમિયાન તેઓના ધ્યાને આવ્યું હતું કે તેમની કંપનીના લોગો અને ટ્રેડમાર્ક નો ઉપયોગ કરી અન્ય શખ્સો તેઓના જેવી ડુપ્લીકેટ પ્રોડક્ટ ઓનલાઇન વેચી રહ્યા છે. જેના કારણે તેમનું વેચાણ ઘટી ગયું છે. આથી તેઓએ બાબતની તપાસ કરવા એમેઝોન  પરથી તેમની કંપનીની "દિવ્ય કામધેનુ 2 દેશી ગીર કાઉ ઘી' ની એક બોટલ મંગાવી હતી.જે બોટલ તેઓને મળતા તેના પર સુરતના  શખ્સો તેમની કંપનીનો લોગો,લેબલ અને ટ્રેડમાર્કની સેમ કોપી કરી તેમના સ્ટીકર નો ઉપયોગ કરી ઓછી કિંમતે ઓનલાઇન ઘી વેચાણ માટે મૂકવામાં આવી હોવાનું જાણ થઈ હતી. આથી તેમણે તપાસ કરતા તે  ઘીની બોટલ પર મમતા ડેરી ફાર્મ એન્ડ મેન્યુફેક્ચર, પ્રોડક્ટ બાય કામધેનુ ડેરી ફાર્મ,વિલેજ કુડાસણ, તાલુકો ઓલપાડ ,જિલ્લો સુરત નું એડ્રેસ ઉપર છપાયેલું હતું.

જ્યારે તેઓ બાબતે વધુ તપાસ કરી પ્રોપરાઇટર ની માહિતી મેળવતા તેમાં ડી એન્ડ ડી ટ્રેડલિંક ના નામથી જતીનભાઈ બાબુભાઇ દેસાઇ (રહે.એક-૫૦૩, મિલાનિયો રેસીડેન્સી, યોગીચોક, પુણાગામ, સુરત ) ,હાર્દિક હરજીભાઇ ધડુક (રહે. ગ્રીન સિટી પાર્ક, ભાથા ગામ, સુરત ) તેમજ પ્રવીણભાઈ હરિભાઈ સવાણી (રહે. દુકાન નં   બિલ્ડીંગ સી- ,પંચતત્વ રેસીડેન્સી,રિવરવ્યુ હાઇટ્સ પાસે,, મોટા વરાછા, સુરત ) ત્રણ શખ્સો તેમનો લોગો ,લેબલ અને ટ્રેડમાર્ક નું યુઝ કરી "દિવ્ય કામધેનુને 2 દેશી ગીર કાઉ ઘી" ના નામથી રૂપિયા ૧૭૯૦ ના ભાવથી ઓનલાઇન વેચાણ કરતા હતા.

જેથી ડીસાના વેપારી અપૂર્વ શંકરભાઇ કતીરા ડીસા પોલીસમાં ફરિયાદ આપી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે,એમેઝોન અને ફ્લિપકાર્ટ તરફથી વેપારી આઈડી તેઓને ફાળવવામાં આવ્યું છે અને તે પ્રમાણે તેઓને માલ નો ઓર્ડર મળતા તેઓ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હતા. જોકે સુરતના ત્રણેય શખ્સોએ તેમનો લોગો,લેબલ અને ટ્રેડમાર્ક ગેરકાયદેસર રીતે વાપરી તેમના જેવી પ્રોડક્ટ બનાવી ઓછી કિંમતે વેચણે મૂકી તેમના ધંધા ને મોટું નુકસાન પહોંચાડયું છે.જેથી ત્રણેય શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે કોપીરાઈટ અને ટ્રેડમાર્ક એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News