ડીસા તાલુકામાં મનરેગા કૌભાંડમાં તત્કાલ ટીડીઓ અને કારોબારી સભ્યની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 13:11:22
  • Views : 720
  • Modified Date : 2019-11-29 13:11:22

ડીસા તાલુકાના ટેટોડા ગામે પાંચેક વર્ષ અગાઉ ગામમાં સરપંચ ,ઉપસરપંચ ,તલાટી તેમજ ડીસા તાલુકાના  તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી મનરેગા યોજના ટેકનીકલ આસિસ્ટન્ટો વગેરે મળી ગામના સ્મશાનની દિવાલ ,રાજીવ ગાંધી ભવન ,આર.સી.સી રોડ, શાળાના ઓરડા તેમજ તળાવો ઊંડા કરવાના કામ સહિતના કામોમાં કોઈપણ કામ કર્યા વગર ગામના વ્યક્તિઓના નામે ખોટા જોબકાર્ડ ઉધારી રૂપિયા 19.50 લાખ ઉપરાંતની રકમની ઉચાપત કરી હતી.આ બાબતે ગામના જાગ્રત નાગરિક ભૂરાભાઈ પટેલનું પણ જોબકાર્ડ ખોટું બની જતા અને તેમના નામેં પણ બારોબાર પૈસા ઉપડી જતા તેઓએ આર.ટી.આઈ હેઠળ માહિતી માગતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારીએ કમિટી બનાવી તપાસના ઓર્ડર કરતા આ બાબતે સ્પષ્ટ ગેરરીતિ જણાતા ડીસા તાલુકાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી ચંદુભાઈ ડગલા,તાલુકા ભાજપના અગ્રણી રમેશભાઈ કાલમા ગામના સરપંચ,ઉપસરપંચ તલાટી તેમજ મનરેગા યોજનાના ટેકનીકલ આસીસ્ટન્ટ સહિત નવ જેટલા વ્યક્તિઓ સામે ડીસા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે તત્કાલીન ટી.ડી.ઓ સહિત રમેશ કાલમાએ આગોતરા જામીન મેળવ્યા હતા. જેથી તેમની ધરપકડ થઈ શકી હતી.જોકે સામેપક્ષે ફરિયાદીને અસંતોષ જણાતા તેને હાઇકોર્ટમાં અરજી કરી હતી.જેથી હાઇકોર્ટે સમગ્ર કૌભાંડની તપાસ સી.આઈ.ડી ક્રાઈમને સોંપી હતી.

Download Our B K News Today App



Related News