નલિયા ખાતે પારો ૧૦થી નીચે ઃ કાતિલ ઠંડીનું મોજુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-16 16:41:45
  • Views : 490
  • Modified Date : 2019-12-16 16:41:45


ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, હજુ વધુ ઠંડી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે નલિયામાં પારો ગગડીને ૯.૪ અને ગાંધીનગરમાં ૧૨.૫ ડિગ્રી રહ્યો હતો જ્યારે ડિસામાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પણ ૧૩.૭ ડિગ્રી તાપમાન થયું છે. આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન શનિવારની સરખામણીમાં ૧૩.૭ ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે ડીસામાં પારો ગઈકાલની સરખામણીમાં આજે ઘટ્યો હતો અને લઘુત્તમ તાપમાન ૧૧.૨ રહ્યું હતું. ગાંધીનગરમાં પારો ગગડીને ૧૨.૬ થયો હતો. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વ†ોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વ†ોના બજારમાં જારદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની Âસ્થતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાÂસ્થતિમાં રહી 




Download Our B K News Today App



Related News