ડીસાની વડાવળ ગ્રામ પંચાયતને વીજચોરીમાં રૂ. 47 હજારનો દંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 13:22:28
  • Views : 530
  • Modified Date : 2020-08-04 13:22:28

ડીસાના વડાવાળ પંચાયતે યુજીવીસીએલને જાણ કર્યા વિના જ ગામમાં ગેરકાયદે લગાવેલી સ્ટ્રીટ લાઇટનુ જોડાણ કરી વીજચોરી કરી હોવાનુ યુજીવીસીએલને ધ્યાને આવતા યુજીવીસીએલ દ્વારા પંચાયતને રૂ.47,400નો દંડ ફટકારાયો છે. ડીસા તાલુકાના વડાવળ ગામે વર્ષ 2018માં 14મા નાણાપંચી ગ્રાન્ટમાંથી સ્ટ્રીટલાઇટો લગાવવામા આવી હતી.પરંતુ યુજીવીસીએલમા સ્ટ્રીટ લાઇટોનુ એસ્ટીમેન્ટ ભર્યા વિના જ જોડાણ કરી વીજચોરી કરી હતી.જો કે સમગ્ર મામલો વિજ કંપનીના ઇજનેરને ધ્યાને આવતા પંચાયતને રૂ.47,400નો દંડ ફટકાર્યો હતો.

Download Our B K News Today App



Related News