ડીસાની યુવતીને સાસરીયાંએ 1 લાખ દહેજ માંગી કાઢી મુકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 11:59:31
  • Views : 660
  • Modified Date : 2020-07-31 11:59:31

 ડીસાની યુવતિને વડગામના નાની ગીડાસણ ગામના સાસરીયા દ્વારા અવાર નવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી રૂ.1 લાખની દહેજ માંગી કાઢી મુકી હતી. આથી યવતિએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પતિ સહિત છ સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં આવેલી પૂરગ્રસ્ત કોલોનીમાં રહેતી યુવતિના લગ્ન 14 વર્ષ અગાઉ વડગામના નાની ગીડાસણ ગામના ચેલાભાઇ મગનભાઇ કંકોડીયાના દિકરા મિતેષકુમાર સાથે થયા હતાં.લગ્ન જીવન દરમ્યાન સંતાન ન થતાં યુવતિને સાસરી પક્ષના સભ્યો અવારનવાર દહેજની માગણી કરી મહેણાં ટોણા મારી ત્રાસ આપતા હતાં.4 માસ અગાઉ યુવતિના પતિ સહિત સાસરીયા દ્વારા તારા પિતાના ઘરેથી રૂ.1 લાખ લાવી આપ, નહીંતર અમારે તને રાખવી નથી" તેમ કહી કાઢી મુકી હતી. યુવતિએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પતિ મિતેષકુમાર ચેલાભાઇ કંકોડીયા, સસરા ચેલાભાઇ મગનભાઇ કંકોડીયા, સાસુ લખીબેન ચેલાભાઇ કંકોડીયા, દિયર સોનુભાઇ ચેલાભાઇ,કાકા સસરા રમેશભાઇ સદાભાઇ કંકોડીયા અને કૌટુંબિક જેઠ મુકેશભાઇ ગરીબભાઇ કંકોડીયા(તમામ રહે, નાની ગીડાસણ, તા. વડગામ) સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. દશરથભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News