ડીસામાં 148 એકમોમાં 694 પાણી ભરેલા પાત્રોની તપાસ કરતા 38માંથી પોરા મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 14:03:34
  • Views : 455
  • Modified Date : 2019-09-27 14:03:34

ડીસામાં હાલમાં ડેન્ગ્યુ સહિતની વાયરલ જન્ય બીમારીઓએ માથું ઊંચક્યું છે. જેથી ઠેર-ઠેર માંદગીના ખાટલા ખડકાયા છે. જેને ગંભીરતાથી લઇ ગુરુવારે ડીસા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા ફરી 148 એકમોમાં તપાસ હાથ ધરી રૂ. 16 હજાર ઉપરાંતની દંડનાત્મક કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.ડીસામાં મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારીએ માથું ઊંચક્યું છે. પરિણામે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી અને મલેરિયા અધિકારીની સૂચનાને પગલે પાણીજન્ય તથા વાયરલજન્ય બીમારીઓએ માથું ઊંચકયું છે તેને નાથવા તેમજ અટકાયતી પગલાં લેવા માટે તાલુકા હેલ્થ વિભાગ અને નગરપાલિકા દ્વારા વિવિધ 10 જેટલી ટિમો બનાવી સર્વેક્ષણ માટે ગુરુવારે બીજો રાઉન્ડ યોજ્યો હતો. જેમાં ડીસામાં વિવિધ સ્થળે તપાસ હાથ ધરી દુકાનો, મકાનો તેમજ કોમર્શિયલ યુનિટ સહિત કુલ 148 એકમોમાં પહોંચી 694 પાણી ભરેલા પાત્રોની તપાસ કરતા 38 પાત્રોમાં મચ્છરની ઉત્પત્તિ જોવા મળી હતી. જેના માટે નિયમ અનુસાર આ તમામ યુનિટને નોટિસ આપી રૂ. 16,850નો દંડ પણ વસુલ કર્યો હતો. આ કાર્યવાહી આગામી સમયે પણ ચાલુ રહેશે તેમ તાલુકા આરોગ્ય અધિકારી જીજ્ઞેશ હરિયાણીએ જણાવી લોકોને સહયોગ આપવાની અપીલ પણ કરી હતી. તંત્રની આ કાર્યવાહીથી કસુરવારોમાં ફફડાટ ફેલાયો છે.
ડીસામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા ફરી 148 એકમોમાં તપાસ હાથ ધરી રૂ. 16 હજાર ઉપરાંતની દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી

Download Our B K News Today App



Related News