ડીસામાં વેપારીનું અપહરણ કરી છરીની અણીએ રૂ. 60 લાખની ખંડણી માગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-01 17:00:06
  • Views : 659
  • Modified Date : 2019-10-01 17:00:06

ડીસાના વેપારીની કારને રવિવારે ટક્કર મારી બે શખ્સોએ ઇજાગ્રસ્ત બાઈક સવારને દવાખાન લઈ જવાના બહાને બે શખ્સો ગાડીમાં બેસી વેપારીનું અપહરણ કરી ગળે છરી રાખી ધમકી આપી રૂ.60 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ તેઓ ગાડી લઇ માલગઢ કૂપટ, જુનાડીસા સહિત અનેક જગ્યાએ ફર્યા હતા. જોકે ડીઝલ ઓછું થતા તેઓ રાણપુર-ડીસા તરફ આવ્યા હતા. જ્યાં પોલીસને જોઈ તેઓ ગાડી તથા વેપારીને મૂકી નાસવા જતા હતા દરમ્યાન પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા.

ડીસાના જીઆઇડીસીમાં એમ.આર.ટ્રેડર્સ નામે પશુ આહારનો હેલસેલનો વેપાર કરતા 27 વર્ષીય અંકુરભાઈ પ્રકાશભાઈ અગ્રવાલ પારકર ભુવન સામે આવેલ રત્નદીપ સોસાયટીમાં રહે છે. રવિવારે અગ્રસેન જયંતિ કાર્યક્રમ પતાવી તેમની વેરના કાર લઈ ઘર તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન પારકર ભુવન પાસે તેમના ઘર તરફ જવાના હાઇવેના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા હતા. દરમિયાન સામેથી આવતા બાઇક ચાલકે તેમની ગાડીને ટક્કર મારી હતી. દરમિયાન બાઈક ચાલકને ઇજા પહોંચતા બાઇક ચાલક સાથેના ઇસમે તેઓને તેમની ગાડીમાં દવાખાને લઈ જવા કહ્યું હતું. જોકે આ શખ્સોએ રિલાયન્સ પેટ્રોલ અનુસંધાન પાના નં-2



પંપ પાસે તેમના ઓળખીતા ડોક્ટર હોવાનું કહેતા ગાડી મહાકાળી માતાના મંદિર તરફ લઇ ગયા હતા. બાદમાં બનાસ પુલ પર ગાડી પહોંચતા એક શખ્સે છરી કાઢીને વેપારીના ગળા પર રાખી અને અને કહ્યું હતું કે ‘કોઈ ચાલાકી કરી છે તો જીવતો નહીં છોડીએ અને ડ્રાઇવરની સાઇડમાં બેઠેલ શખ્સ ડ્રાઇવર સીટ પર આવી ગયો હતો. આ દરમિયાન ઝપાઝપી સર્જાતા અંકુરભાઇના હાથમાં ચપ્પુ વાગ્યું હતુ. બાદમાં આ શખ્સો કાર આખોલ મહાકાળી માતાના મંદિર પાછળના રસ્તેથી રસાણા પહોંચી તેઓએ ડીસા-પાલનપુર હાઈવે પર આવેલ એસારપેટ્રોલ પંપ ડીઝલ ભરાવ્યું હતું. ત્યારબાદ આ શખ્સોએ કાર દાંતીવાડાના બીએસએફ કેમ્પ ઉપર લઇ ગયા હતા. જ્યાં તેમની પાસે એક માણસ આવીને રૂપિયા 600 આપીને જતો રહ્યો હતો. ત્યારબાદ સોમવારે સવારે ગાડી પાંથાવાડા તરફ લઈ ગયા હતા. આ દરમિયાન અંકુરભાઇના આંખો પર રૂમાલ તથા કાળું કપડું બાંધી દીધું હતું. બાદમાં આ બન્ને શખ્સોએ તેમની માતા ગીતાબેનને ફોન કરાવ્યો હતો. જેમાં સ્પીકર પર અંકુરભાઈ જોડે વાત કરાવી સાંજે ચાર વાગ્યા સુધી રૂ.60 લાખની માંગણી કરાવી હતી. બાદમાં સાંજે ચાર વાગ્યાના સુમારે તેમની પત્ની સ્નેહાના મોબાઈલ પરથી ફોન આવતા પૈસાની શું વ્યવસ્થા થઈ છે તે અંગે પૂછપરછ કરાવી રૂ.60 લાખ લઈ નાંદોત્રા ગામે આવવા કહ્યું હતું. જોકે ગાડીમાં ડીઝલ પૂરું થતા આ લોકો ગાડી રાણપુર રોડથી ડીસા તરફ આવી રહયા હતા. દરમ્યાન પોલીસની ગાડી સામે મળી હતી. બાદમાં પોલીસે શકના આધારે તેમની ગાડીનો પીછો કર્યો હતો. બાદમાં આ શખ્સોએ કાર ડીસા તરફ ભગાવી અને રસ્તામાં ઉભી રાખી બન્ને શખ્સો નાસવા પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસે તત્કાલ પોલીસે તેમનો પીછો કરી ઝડપી લીધા હતા. પોલીસે બન્ને શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારી પાસે 60 લાખ માગીએ છીએ તેવો વિડીયો બનાવડાવ્યો

બન્ને શખ્સોએ તેમના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં અંકુરભાઈ પાસે એવું કહેવડાવ્યું હતું કે અમે તમારી પાસે રૂ. 60 લાખ માંગીએ છીએ તેથી તમે મને ઉપાડ્યો છે તમે અમારી પર પોલીસ કેસ નહીં કરો.

Download Our B K News Today App



Related News