બનાસકાંઠામાં ઠંડો પવન ફૂંકાતા શીત લહેર પ્રસરી, ડીસામાં લઘુત્તમ તાપમાન વધ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 14:48:03
  • Views : 602
  • Modified Date : 2020-02-10 14:48:03

બનાસકાંઠામાં ઠંડો પવન ફૂંકાતા શીત લહેર પ્રસરી, ડીસામાં લઘુત્તમ તાપમાન વધ્યું

બનાસકાંઠામાં લઘુત્તમ તાપમાનનો પારો આંશિક વધ્યો હતો. જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 

તાપમાન ઝીરો નોંધાતા બનાસકાંઠામાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ઝીરો થતાં બનાસકાંઠામાં પણ તેની અસર વર્તાઈ હતી.  તેમજ ડીસામાં લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો હતો. આ અંગે ડીસા હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શનિવારે લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું હતું. જેમાં ગતરોજ  ૧.૨ ડિગ્રીનો વધારો થતાં તાપમાનનો પારો ૧૧.૮ ડિગ્રીએ અટક્યો હતો. સવારથી જ કડકડતી ઠંડીનું પ્રમાણ વધતા લોકો ધ્રુજી ઉઠ્યા હતા. દિવસ ભર ગરમ વસ્ત્રોમાં લપેટાઈ  રહેવાની ફરજ પડી હતી. મોડી સાંજે અને વહેલી સવારે ઠંડીથી બચવા લોકો ઠેર-ઠેર તાપણાનો સહારો લઇ રહ્યા હતા.


Download Our B K News Today App



Related News