બુરાલ ગામેથી દારૂ પકડી પાડતી ડીસા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 13:50:32
  • Views : 2076
  • Modified Date : 2020-01-20 13:50:32


સુભાષ ત્રિવેદી પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજનાઓની સીધી દેખરેખ હેઠળ તરૂણ દુગ્ગલ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા, 

પાલનપુરનાઓના માર્ગદર્શન અને સૂચના મુજબ તથા ઈન્ચા. નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરીના માર્ગદર્શન અને સૂચના મુજબ અમલવારી કરવા સારૂ ડીસા રૂરલ પો.સ્ટે.ના પો.ઈન્સ એમ.જે. ચૌધરીને મળેલ બાતમી હકીકત આધારે અ.હેડ.કો. દેવાભાઈ જાઈતાભાઈ તથા પો.કો. અશોકભાઈ જગમાલભાઈ, પો.કો. અશોકભાઈ હીરાભાઈ, પો.કો. શિવરામભાઈ રૂપશીભાઈ, પો.કો. ઈશ્વરભાઈ પુનમાજી વિગેરે પો.સ્ટાફના માણસો પ્રોહીબિશન અંગે પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બુરાલ ગામે રહેતા તજુસીંગ ભુપતસીંગ સોલંકી રહે. બુરાલ તા. ડીસાવાળાના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ ઘરમાંથી ગે.કા. અને વગર પાસપરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૦૦૮ કિં. રૂ.૧,૮૧,૨૦૦/-નો વિદેશી દારૂ મળી આવતા ઈસમ વિરૂધ્ધમાં ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહીબિશન એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે. 


Download Our B K News Today App



Related News