ડેડોલની સીમમાંથી દારૂ ભરેલી કાર 1 ઝબ્બે,1 ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 12:01:05
  • Views : 541
  • Modified Date : 2020-07-06 12:01:05

 ડીસા તાલુકા પોલીસે કારનો 15 કિ.મી. પીછો કરી 90,470ના દારૂ  સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ફરાર થઈ ગયો હતો. ડીસા તાલુકા પોલીસ સ્ટાફ શનિવારે ઝેરડા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.ત્યારે બાતમી આધારે કંંસારી ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. ત્યારે ધાનેરાથી ડીસા તરફ આવી રહેલ સ્વીફ્ટ કાર(જીજે-27-એએ-2421) આવતાં પોલીસે રોકાવાનો પ્રયાસ કરતા ચાલકે કાર પાછી વાળી કંંસારી થઇ દામા બાજુ ભગાડી મુકતા પોલીસે 15 કિ.મી. સુધી કારનો પીછો કરી ડેડોલ ગામની સીમમાંથી અમ્રિતલાલ હીરારામ કણબી (ઉં.વ.27) (રહે.ચીમનગઢ, તા.રાણીવાડા, જી.જાલોર)ને ઝડપી પાડયો હતો. જ્યારે મનોજકુમાર ઉદારામ રબારી (રહે.મારગાડા,તા.રાણીવાડા, જીલ્લો-ઝાલોર, રાજસ્થાન) પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાંથી રૂ.90,470ની 252 બોટલ દારૂ, બીયર તેમજ  કાર મળી કુલ રૂપિયા 3,90,470નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News