રૂ.598.42 કરોડના વિકાસકામોનું લોકાર્પણ, પાલનપુર આરટીઓ સર્કલ પાસે રેલ્વે ઓવરબ્રિજનું ના. મુખ્યમંંત્રીના હસ્તે ભૂમિપૂજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 12:40:25
  • Views : 629
  • Modified Date : 2020-08-10 12:40:25

   નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે જિલ્લામાં રૂ.598.42 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન રવિવારે કરાયું હતું. જેમાં દાંતાથી પાલનપુર સુધીના માર્ગીય રસ્તા ઉપરાંત લાખણી અને થરાદના નવનિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું. પાલનપુરના આરટીઓ સર્કલ નજીક રૂ.166 કરોડના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનુ ભૂમિપૂજન કર્યું હતું.દાંતાથી પાલનપુરનો ચાર માર્ગીયકરણ રસ્તો, દાંતાથી આંબાઘાટ રસ્તાનું ચાર માર્ગીયકરણ લોકાર્પણ તથા દાંતા તાલુકાના મોટાસડા અને હડાદ ખાતે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતુ. ત્યારબાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં બપોરે 12 કલાકે હિંમતનગર-ખેરોજ-અંબાજી રસ્તાનું ચાર માર્ગીયકરણનું લોકાર્પણ કરી ત્રિશુળીયા ઘાટી ખાતે રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અંબાજી મંદિર ખાતે ગર્ભગૃહમાં દર્શન કર્યા હતા. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે રૂ.166.20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલ્વે ઓવરબ્રિજનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું હતું. આ ઉપરાંત છાપી અને જગણા રેલ્વે ઓવરબ્રિજ તથા થરાદ અને લાખણી વિશ્રામગૃહનું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ રેલ્વે ફાટક દિવસમાં 58 વખત બંધ કરવામાં આવે છે. અહીંથી દિલ્હી-મુંબઇ કોરીડોર પસાર થવાથી રેલ્વેની માલગાડીઓ માટે 4 લેન રેલ્વે ટ્રેક બનાવવાની કામગીરી ચાલું છે. જેથી આગામી દિવસોની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ત્રણ બાજુથી અવર-જવર કરી શકાય તેવો રેલ્વે ઓવરબ્રિજ બનશે.

Download Our B K News Today App



Related News