ચાંદીના ભાવમાં ઘટાડો સોના- થવાના મોટા સંકેત, જાણો છેલ્લા 5 દિવસમાં કેટલા રૂપિયાનો થયો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 14:45:13
  • Views : 436
  • Modified Date : 2022-04-24 14:45:13

 

છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે આજે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આ કારોબારી સપ્તાહમાં સોનાની કિંમતમાં 1,129 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો. જ્યારે ચાંદીની કિંમતમાં રુપિયા 3424 રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો નોંધાયો.

આજની વાત કરીએ તો 23 એપ્રિલે દેશભરમાં સોનાના ભાવમાં કોઇ ખાસ બદલાવ જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનામાં 10 ગ્રામ સોનાના ભાવ 53,930  નોંધાયા છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 67,100 નોંધાયા છે. 

પાંચ દિવસથી સોનાના ભાવ ઘટ્યા 

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર, આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં એટલે કે 18 માર્ચથી 22 એપ્રિલ સુધી  24 કેરેટ સોનાનો ભાવ 53,603 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 52,474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. જ્યારે  999 શુદ્ધતાની ચાંદીની કિંમત 70,109 રૂપિયાથી ઘટીને 66,685 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.મહત્વનું છે કે IBGA તરફથી જાહેર કરવામાં આવી કિંમતોથી અલગ-અલગ શુદ્ધતાના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ કિંમત ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાની છે. IBGA દ્વારા જાહેર કરવામાં આવેલી કિંમત દેશભરમાં સર્વસામાન્ય છે. પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ નથી 

છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો ?

18 એપ્રિલ, 2022- રૂ 53,603 પ્રતિ 10 ગ્રામ
19
એપ્રિલ , 2022 - 53,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
20
એપ્રિલ, 2022- રૂ 52,752 પ્રતિ 10 ગ્રામ
21
એપ્રિલ, 2022- રૂ 52,540 પ્રતિ 10 ગ્રામ
22
એપ્રિલ, 2022- રૂ 52,474 પ્રતિ 10 ગ્રામ

છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો ?

18 એપ્રિલ, 2022- રૂ. 70,109 પ્રતિ કિલો
19
એપ્રિલ, 2022- રૂ. 70,344 પ્રતિ કિલો
20
એપ્રિલ, 2022- રૂ. 68,590 પ્રતિ કિલો
21
એપ્રિલ, 2022- રૂ. 67,330 પ્રતિ કિલો
22
એપ્રિલ, 2022- રૂ. 66,685 પ્રતિ કિલો

 જેમ્સ અને જ્વેલરીની નિકાસ 55 ટકા વધી

મહત્વનું છે કે 2021-22માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ વધી છે.  પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં લગભગ 55 ટકા વધીને $39.15 બિલિયન થઈ છે. ઇન્ડસ્ટ્રી બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ જણાવ્યું હતું કે 2020-21માં જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ $25.40 બિલિયન રહી હતી.

FY22માં સોનાની આયાત 33.34 ટકા વધી છે

નોંધનીય છે કે ગયા નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં સોનાની આયાત 33.34 ટકા વધીને 46.14 અબજ ડોલર થઈ હતી. સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં ભારતની સોનાની આયાત 34.62 અબજ ડોલર રહી હતી. નાણાકીય વર્ષ 2021-22માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ લગભગ 50 ટકા વધીને $39 બિલિયન થઈ છે

 

 

Download Our B K News Today App



Related News