ગઢના સિંચાઈ કચેરીના ક્લાર્ક અને કુંભાસણના નિવૃત શિક્ષકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:38:21
  • Views : 586
  • Modified Date : 2020-08-07 11:38:21

   આરોગ્ય વિભાગે કોરોના સંક્રમિત દર્દીઓની યાદી ગુરુવારે જાહેર કરી ન હતી. જો કે,પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલા ગઢ દાંતીવાડા સિંચાઈ કચેરીના ક્લાર્ક અને કુંભાસણના નિવૃત શિક્ષક મળી બે દર્દીના મોત નિપજતા જિલ્લાનો કુલ મૃત્યુ આંક 53 પર પહોંચ્યો છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી દાંતીવાડા સિંચાઈ કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગઢના 57 વર્ષીય વસંતભાઈ ચેલાભાઈ સાણોદરિયા અને કુંભાસણ ગામના 74 વર્ષીય નિવૃત શિક્ષક હીરાભાઈ વાલાભાઈ ટોટી (પટેલ)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આ બંને કોરોના સંક્રમિતોને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બુધવારની રાત્રે આ બંને કોરોનાગ્રસ્ત દર્દીના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. જેને લઈ મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા 53 પર પહોંચ્યો ગઈ છે.

Download Our B K News Today App



Related News