પાલનપુરના ભાગળના ગામ તળાવમાં કેમિકલ નખાતાં માછલીઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:32:54
  • Views : 484
  • Modified Date : 2020-07-27 11:32:54

  પાલનપુરના ભાગળ (જગાણા) ગામે આવેલા તળાવમાં શનિવારે એક જ સાથે હજારો માછલીઓના મૃતદેહ તળાવ કિનારે નજરે પડતા ચકચાર મચી હતી. જોકે કોઇએ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરતા માછલીઓ મરી હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. અને વહેલી તકે મૃત માછલીઓનો યોગ્ય નિકાલ થાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જગાણા નજીક આવેલા ભાગળ ગામમાં જવાના રસ્તા પર જ ગામનું તળાવ આવેલું છે.જો કે શનિવારે એકાએક ગામના તળાવના કિનારે હજારો માછલીઓના મૃતદેહ નજરે પડતા ટોળેટોળા ઉમટ્યા હતા. અને માછલીઓ કોઇ શખ્સો દ્વારા કેમીકલ યુક્ત પાણી ઠલવાતા મોતને ભેટી હોવાનું લોકોમાં ચર્ચાપ્સદ બન્યું હતું. જો કે મૃત માછલીઓનો કોઇ નિકાલ ન કરાતા ગ્રામજનોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઇ છે. ત્યારે વહેલી તકે મૃત માછલીઓનો નિકાલ થાય તેવી સ્થાનીકોમાં માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News