સિસોદિયા રાજપૂત પરિવારે દ્વારિકાધીશ મંદિરે ધ્વજારોહણ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 15:39:22
  • Views : 444
  • Modified Date : 2020-02-05 15:39:22

સિસોદિયા રાજપૂત પરિવારે દ્વારિકાધીશ મંદિરે ધ્વજારોહણ કર્યુ

સૌરાષ્ટ્રના પશ્ચિમ તટે ભગવાન શ્રીકૃષ્ણનું જગવિખ્યાત મંદિર આવેલ છે અને તે દ્વારકામાં હોવાથી તેની દ્વારકાધીશના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર સનાતન હિન્દુઓના મુખ્ય મંદિરો પૈકીનું એક મંદિર માનવામાં આવે છે. જેટલું મહત્વ હિન્દુ ધર્મમાં ચારધામની યાત્રા કરવાનું છે. એટલુ જ મહત્વ દ્વારિકાધીશ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાનું છે. દ્વારિકા નગરી એ સાત મોક્ષ નગરીઓ પૈકીની એક નગરી પણ માનવામાં આવે છે. એટલે કે દ્વારકાધીશના દર્શનનું અનેરુ મહત્વ છે. ત્યારે આ મંદિર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. એક દિવસમાં ત્રણ વખત ધજા ચડાવવામાં આવે છે. સાત રંગની આ ધજા હોય છે. જેમાં સૂર્ય અને ચન્દ્રની પ્રતિભાઓ પણ હોય છે. આ ધજા ચડાવવા માટે અગાઉથી નોંધણી કરાવવાની હોય છે. કારણ કે મોટી સંખ્યામાં ભક્તો ધજા ચડાવવા માટે ઉત્સુક હોય છે. એટલા માટે નોંધણી કરાવ્યા પછી પોતાનો સમય (નંબર) આવે ત્યારે ધજા ચડાવાનો લાભ ભક્તને મળતો હોય છે. દ્વારિકાધીશ મંદિર ઉપર ધજા ચઢાવવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે અને તેમના જીવનમાં ખુબ ખુશીઓ આવે છે. પરિવાર આનંદમાં રહે છે.  ભગવાન દ્વારકાધીશની સદાય કૃપા રહે છે ત્યારે આટલી અમૂલ્ય ધજા ચડાવવાનો લાભ લાખણી તાલુકાના લવાણા ગામના વતની અને જિલ્લા ભાજપના મંત્રી તેમજ સામાજિક અને ધાર્મિક કાર્યામાં આગળ રહેતા તેજાભાઈ રાજપૂત (ટી.પી.રાજપૂત) અને તેમના સિસોદિયા રાજપૂત પરિવારને લાભ મળ્યો હતો. આ લાભ મળતા પરિવાર આનંદ અને ઉત્સાહમાં આવ્યો હતો. અનેરા આનંદ અને ઉત્સાહથી સહપરિવાર અને સ્નેહીજનો લવાણાથી દ્વારકા ગયા હતા. ત્યાં આગળ ધજા તૈયાર કરાવ્યા બાદ બ્રાહ્મણો દ્વારા ધજાનું  વિધિ-વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું. ધજાનું  સામૈયું કરવામાં આવ્યું અને ત્યારબાદ ડીજેના તાલ સાથે ભક્તિના ગીતો સાથે દ્વારિકાધીશના જયઘોષ સાથે વાજતે ગાજતે એ ધજા દ્વારકાધીશના નિજમંદિરે 



Download Our B K News Today App



Related News