મોતની નજીક દાઉદ ! કોણ સંભાળશે હવે અંડરવર્લ્ડની કમાન ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-18 16:39:10
  • Views : 87
  • Modified Date : 2023-12-18 16:39:10

મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે જે બાદ તે હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જો કે, આ બાદ કોઈ સ્પષ્ટ માહિતી મળી હજુ સુધી મળી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સ દાઉદ ઈબ્રાહિમ વિશે ઘણું બધુ સર્ચ કરી રહ્યા છે. આ બધામાં દાઉનું મોત થયુ તો તેની ગાદી કોણ સંભાળશે તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે તે ખુબ જ સર્ચ થઈ રહ્યું છે.લોકો ડોનના પરિવાર વિશે શોધ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ તેના પરિવારમાં કોણ કોણ છે. થોડા મહિનાઓ પહેલા તેની બહેન હસીના પારકરના પુત્ર અલીશા પારકરે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના પરિવાર વિશે મહત્વનો ખુલાસો કર્યો હતો. અલીશા પારકરે NIAને જણાવ્યું હતું કે દાઉદને બે પત્નીઓ છે અને તેણે બીજી વખત પાકિસ્તાની પઠાણ મહિલા સાથે લગ્ન કર્યા છે.દાઉદ ઈબ્રાહિમની વાત કરીએ તો તેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકર મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. જ્યારે તેની માતા અમીના બી ગૃહિણી હતી. આ સિવાય દાઉદના પરિવારમાં સાત ભાઈ અને ચાર બહેનો પણ હતી. દાઉદના ભાઈઓ અનીસ ઈબ્રાહીમ, મુસ્તાકીમ અલી, ઝૈતુન અંતુલે દુબઈ અને કરાચીમાં રહે છે. તે જ સમયે, દાઉદની ચાર બહેનોમાંથી, ફરઝાના તુંગેકર અને હસીનાનું મૃત્યુ થયું છે.અત્યાર સુધી જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના પહેલા લગ્ન મહેજબીન સાથે થયા છે, જેને ઝુબીના ઝરીન તરીકે પણ ઓળખવામાં આવે છે. દાઉદ અને મહેજબીનને ત્રણ બાળકો (બે પુત્રી અને એક પુત્ર) છે. દાઉદની સૌથી મોટી પુત્રીનું નામ માહરુખ છે, તેણીના લગ્ન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે 2006માં થયા હતા. દાઉદની બીજી પુત્રી મેહરીનના લગ્ન ફેબ્રુઆરી 2010માં અમેરિકન બિઝનેસમેનના પુત્ર અયુબ સાથે થયા હતા.દરમિયાન દાઉદનો એકમાત્ર પુત્ર મોઈન નવાઝ છે જે યુકેમાં અભ્યાસ કરી રહ્યો છે. નોંધનીય છે કે મોઈન તેના પિતાનો દુબઈ અને કરાચીમાં બિઝનેસ પણ જુએ છે. તેણે સપ્ટેમ્બર 2011માં અમેરિકામાં રહેતી સાનિયા શેખ સાથે લગ્ન કર્યા હતા. જો કે દાઉદની ત્રીજી પુત્રી પણ હતી જેનું મારિયા નામ હતુ તેને લઈને કહેવાય છે કે તેનું થોડા સમય પહેલા પાકિસ્તાનમાં મેલેરિયાના કારણે મોત થયું હતું.

Download Our B K News Today App



Related News