અમદાવાદની હિંમતવાન દીકરી, આર્મીમાં જઈ દેશની સેવા કરવી હતી, દુર્ઘટનામાં પેરાલિટિક થઈ છતાં આજે આત્મનિર્ભર બની પરિવારનું પેટ ભરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-27 13:11:35
  • Views : 432
  • Modified Date : 2020-09-27 13:11:35

        21મી સદીમાં હજુ આજે પણ દીકરીને સ્થાપિત કરવી પડે છે. “બેટી બચાવો” આંદોલન કરવા પડે છે અને દીકરીને બોજ ગણતા હોય છે પરંતુ અમદાવાદમાં એક એવી દીકરી છે જે આજે બંને પગેથી સરખી રીતે ચાલી શક્તી ન હોવા છતાં આત્મનિર્ભર બની પોતાનું અને માતાનું ગુજરાન ચલાવે છે. રાણીપ વિસ્તારમાં રહેતા ભાવનાબેન પંચાલ બંને પગે પેરાલિટિક હોવા છતાં NGOની મદદથી હેન્ડબેગ, ફ્લાવર બુકે સહિતની વસ્તુઓ જાતે હાથેથી બનાવી અને વેચે છે. દીકરીને બંને પગે તકલીફ હોવા છતાં તેમની માતા હિંમત હાર્યા ન હતા અને ભાવનાબેનને પ્રેરણા આપી હતી. જેથી આજે તેઓ આત્મનિર્ભર બન્યા છે.શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા ભાવનાબેન પંચાલ 12 વર્ષ પહેલાં ભાડાના મકાનમાં જ્યાં રહેતા હતા તેના પહેલા માળેથી નીચે પડી ગયા હતા. નીચે પડતા તેમને કમરમાં મણકામાં ફેક્ચર અને નસ દબાઈ ગઈ હતી. બે ઓપરેશન કર્યા છતાં કોઈ ફરક પડ્યો ન હતો. ફિઝિયોથેરાપી કરાવતા હતા તેમ થોડો થોડો ફરક લાગવા લાગ્યો હતો પરંતુ તેમના જીવનમાં એક મોટી ફરી ઘટના બની ગઈ હતી. પરિવારનો આધારસ્તંભ એવા તેમના પિતાજીનું 2011માં અવસાન થઈ ગયું હતું. પિતાના અવસાન બાદ પરિવાર આખો માનસિક અને આર્થિક રીતે તૂટી ગયો હતો. એકતરફ ભાવનાબેન પથારીવશ હતા અને પરિવાર પર આ રીતે આભ તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ ANGEL પરિવાર NGO તેમની મદદે આવ્યું હતું.NGOની મદદથી તેઓએ ઘરે હેન્ડ બેગ, ફ્લાવર બુકે, ગિફ્ટ પેક બેગ તેમજ એક્સરે શીટ વસ્તુઓ ઘરે બનાવવાનું શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં તો તેઓ ઘોડી પર જ ચાલતા હતા. જો કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ હવે સ્ટીક પર ચાલી રહ્યા છે. આજે તેઓ જાતે એક્ટિવા ચલાવી અને દરેક જગ્યાએ બેગના ઓર્ડર લેવા અને આપવા જાય છે. જાતે જ પોતાના કામ કરે છે.વાતચીતમાં જણાવ્યું હતું કે હું 20 વર્ષની હતી ત્યારથી મને આર્મીમાં જોડાવવાની ઈચ્છા હતી. આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવી હતી પરંતુ અચાનક જ મારી સાથે દુર્ઘટના બની ગઈ હતી.પગેથી પેરાલિટિક થયા બાદ એન્જલ પરિવારના સહયોગથી આત્મનિર્ભર બની છું તેઓએ ખુબ જ સપોર્ટ કર્યો છે. હું અને મારી માતા સાથે રહીએ છીએ અને આજે હાથેથી હું હેન્ડ બેગ બનાવી અને વેચુ છું. એન્જલ પરિવાર NGOએ ખૂબ જ મદદ કરી છે અને હું આગળ આવી છું. મને મારી માતાએ ખૂબ જ મદદ કરી છે. તેઓ મોટીવેટ કરી જેનાથી હું હિંમત હારી ન હતી. માતાએ મને દીકરીને બોજ ગણી નથી અને હંમેશા મને હિંમત આપતી રહે છે.

Download Our B K News Today App



Related News