ગુજરાતની આ દીકરીને સો-સો સલામ, 80 ટકા દિવ્યાંગ, શરીરનું સંતુલન નથી જળવાતું છતાં પરિવારનો દીકરો બની ઝેરોક્ષ મશીન ચલાવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-27 12:56:58
  • Views : 367
  • Modified Date : 2020-09-27 12:56:58

        આજે ડોટર્સ દિવસ છે ત્યારે ગુજરાતની એક એવી દીકરી વિષે જણાવી રહ્યા છીએ. જેતપુરમાં 80 ટકા દિવ્યાંગ શિક્ષિકાની દીકરી વંદનાબેન કંટારિયા ખુરશી પર બેસી હાથનું સંતુલન ન હોવાથી પગથી ટેબલ અને ખુરશી-ટેબલ ઢસડીને મોબાઈલ, લેપટોપ અને ઝેરોક્ષનું મશીન ચલાવે છે. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર આ દીકરી હાલ પરિવારનો દીકરો બની છે. જન્મજાત શારીરિક તકલીફો વચ્ચે પણ દ્રઢ મનોબળ સાથે જીવતા વંદનાબેન કંટારિયા જન્મજાત સેરિબ્રલ પાલ્સી જેવા રોગથી પીડાતા હોવા છતા અડગ મનોબળ શું કરી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ બન્યા છે.17 ફેબ્રુઆરી 1978ના રોજ જન્મેલા વંદનાબેન મણિલાલ કંટારિયા જન્મજાત સેરિબ્રલ પાલ્સી મગજ અને હાથ કામ કરવા, શરીરનું સંતુલન ન જળવાવવું તેમજ બોલવાથી ગરદન, હડપચી તેમજ મોઢાની નસો ખેંચાય તેવા સેરિબ્રલ પાલ્સી નામના રોગમાં સપડાયા છે. જન્મના ગણતરીના દિવસોમાં વંદનાબેનને કમળાની અસરથી હાથ-પગ નિષ્ક્રિય થઇ ગયા હતા.શિક્ષિકા માતા પુષ્પાબેન અને પિતા મણિલાલ કંટારિયા માટે વંદનાનો ઉછેર પેટે પાટા બાંધી કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છતાં કંટારિયા દંપતી ડગ્યું નહીં! વંદનાની શારીરિક તકલીફ દૂર કરવા માતા પિતાએ લાખોનો ખર્ચ કર્યો, પણ બીમારી દૂર ન થઇ. વંદનાબેને નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પણ વંદના કુદરતની પરીક્ષા સામે હાર માનવા તૈયાર નહોતી. આજે તે પગથી મોબાઇલ, લેપટોપ અને ઝેરોક્ષ મશીન ચલાવી મહિને રોજગાર મેળવી માતાને આર્થિક મદદ કરે છેશિક્ષિકાના નાતે પુષ્પાબેન પોતાના ઘરે અન્ય વિદ્યાર્થી ભાઈ બહેનો, બાળકોને ટ્યૂશન કરાવતા, આવા સમયે વંદના પણ તેમની પાસે જ બેસતી, પોતાની નજર સામે વાંચતા લખતા બાળકોને જોઇને વંદના પણ લખવા માટે મમ્મી સાથે જીદ કરતી, પણ વંદનાના હાથ-પગ કામ કરતા ના હોય,ઘણી વખત ભીની આંખોએ વંદનાને હાથમાં પેન કે બોલપેન પકડાવી લખાવવા કોશિશ કરતા.લાંબો સમય શક્ય બનતા અંતે વંદના પગના અંગૂઠાની પેન પકડતી થઇ.ધીમે ધીમે લખતા શીખી ગઈ, કુદરતે આપેલી સમજશક્તિ અને સતેજ બુદ્ધિથી વંદનાએ ધોરણ 7ની સીધી પરીક્ષા આપી, ત્યારબાદ ધોરણ 10 અને 12ની પણ પરીક્ષાઓ આપી પાસ ક્લાસ મેળવ્યા, જૂનાગઢ ખાતે બી.કોમ.અભ્યાસ જોઈન કરી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ધોરણ 7 થી ગ્રેજ્યુએશન સુધીની પરીક્ષાઓ તેણે રાઈટર દ્વારા પાર પાડી હતી .આટલા અભ્યાસ પછી પણ ના હારેલી કે ના થાકેલી વંદનાએ જેતપુરના વિવેકાનંદ કમ્પ્યૂટર કલાસીસ મારફતે ભોપાલની યુનિવર્સિટીમાં પીજીડીસીએ અભ્યાસમાં પ્રવેશ મેળવી અભ્યાસ પણ પૂર્ણ કર્યો !સેરિબ્રલ પાલ્સીનો આ એક સૌથી સામાન્ય પ્રકાર છે. આ પ્રકારમાં સ્નાયુઓ ખેંચાયેલા, તંગ અને કડક રહે છે. પરિણામે અસર પામેલા હાથ–પગને વાળવામાં કે સીધા કરવામાં જોર કરવું પડે છે, બલકે તેમ કરવું કઠિન બને છે. કાતરના પાંખિયાની માફક, બન્ને પગ એક બીજા પર દોઢાઇ જવાથી પગની આંટી કે ચોકડી પડે છે. ઉભા રહેવામાં કે ચાલતી વખતે બાળક માત્ર પંજાનો જ ઉપયોગ કરે છે અને એડી ઉંચી રાખે છે. શરીરનાં અંગ પર થયેલી અસર મુજબ સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સી (સી.પી.)ના પેટા પ્રકાર પણ છે. જેમાં હેમીપ્લેજીઆમાં અડધું અગં એટલે કે એક બાજુના હાથ–પગના સ્નાયુઓમાં અસર દેખાય છે. ડાઇપ્લેજીઆમાં બન્ને પગના સ્નાયુઓ ઉપર અસર હોય અને બન્ને હાથમાં થોડી અસર જણાય. કવાડરોપ્લેજીઆમાં બન્ને હાથ અને બન્ને પગ તથા ધડનાં સ્નાયુઓમાં અસર દેખાય છે. ડીસ્કાઇનેટીક સેરિબ્રલ પાલ્સી (સી.પી.) (ડીસ્ટોનિક, એથીટોઇડ)માં શરીરના અંગોમાં આપમેળે જ હલનચલન થયા કરે છે! તેથી ઇચ્છા મુજબ કાર્ય કરવામાં તકલીફ થાય છે. શરીર ધનુષની જેમ પાછળ વળી જાય છે અને મગજ કાબૂમાં રહેતું નથી. એટેકિસક સેરિબ્રલ પાલ્સી (સી.પી.) અને હાઇપોટોનિક સેરેબ્રલ પાલ્સી (સી.પી.)માં શરીરનું સમતોલન જળવાતું નથી. શરીરના સ્નાયુઓ ઢીલા રહે છે. શરીર જાણે કે રબરનું બનેલું હોય તેવું લાગે છે..

Download Our B K News Today App



Related News