દેશી દારૂના જથ્થા સાથે રાણીપ પોલીસ સ્ટેશન ઘેરી લઈને હોબાળો મચાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 15:40:43
  • Views : 432
  • Modified Date : 2019-12-04 15:40:43

દારૃબંધીના દાવા વચ્ચે રાણીપમાં જનતા રેડ: મહિલા બુટલેગરના ઘર પાસેથી દારૃનો જથ્થો પકડી પોલીસ સ્ટેશન લાવ્યારાણીપમાં દેશી દારૃનો ધંધો કરતી મહિલા બુટલેગરના ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકોએ તેના ઘર પાસેથી દારૃનો જથ્થો કબજ્ કર્યો હતો. બાદમાં ટોળાએ દેશી દારૃ સાથે રાણીપ પોલીસ સ્ટેશનને ઘેરી લઈને હોબાળ મચાવ્યો હતો. આ મહિલા બુટલેગરના દિકરા અને દિકરી વિરૃધ્ધ અગાઉ પ્રોહિબિશનના ૧૦ જેટલા ગુનો નોંધાયેલા છે.રાણીપમાં મદનપુરા વિસ્તારમાં દેશી દારૃનો ધંધો બેફામ ચાલી રહ્યો હોવા છતા કોઈ કાર્યવાહી થતી ન હતી. આથી કંટાળેલા સ્થાનિક લોકોએ દેશી દારૃનો ધંધો કરતી મહિલા બુટલેગર લક્ષ્મી ઠાકોરના ઘર પાછળના નાળામાંથી ૩૦ લીટર દેશી દારૃ કબજે કર્યો હતો.   બાદમાં લોકો મોટી સંખ્યામાં દેશી દારૃનો જથ્થો લઈને રાણીપ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનને ઘેરી લઈને હોબાળો મચાવ્યો હતો.ઝોન-૨ના ડીસીપી ધર્મેન્દ્ર શર્માના જણાવ્યા મુજબ બુટલેગર લક્ષ્મી ઠાકોરના ઘર પાછળથી દેશી દારૃનો જથ્થો લોકોએ કબજે કર્યો હતો અને પોલીસ સ્ટેશન આવ્યા હતા. લક્ષ્મી ઠાકોર તેના દિકરા સુરેશ અને દિકરી ભારતી સાથે દેશી દારૃનો ધંધો કરે છે. જોકે જનતાએ રેડ કરી ત્યારે તેના ઘરે તાળુ હતું. છેલ્લા એક વર્ષમાં લક્ષ્મી અને તેના પરિવાર સામે પ્રોહિબિશનના ૧૦ જેટલા ગુના નોંધાયા છે. બીજીતરફ રાણીપ પોલીસેના જણાવ્યા મુજબ તેમણે રવિવારે આ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડયો હતો જેને કારણે આ શખ્સોએ અન્ય લોકો સાથે મળીને જનતા રેડ કરીને મહિલા બુટલેગરના ઘર પાછળથી દારૃનો જથ્થો કબજે કરીને પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો.

Download Our B K News Today App



Related News