સણાવમાં દારૂની ગાડી પકડાવવા મુદ્દે મારી નાખવાની ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 14:43:50
  • Views : 1240
  • Modified Date : 2020-07-26 14:43:50

  દિયોદરના સણાવ ગામે દારૂની ગાડી પકડાવવા મુદ્દે જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ુપોલીસ ફરિયાદ નોંધાઈ છે. સણવા ગામે રહેતા રમેશજી પ્રતાપજી ઠાકોરના ઘર નજીક શુક્રવારે પિસ્તોલ જેવું હથિયાર સાથે કારમાં આવેલા શખ્સોએ રમેશજીને પકડી તું અમારી દારૂની ગાડીઓ કેમ પકડાવે છે તેમ કહી અપશબ્દો બાલી મારમારી મારી નાખવાની ધમકીઓ આપતા રમેશજીએ મારવા આવેલા જનકસિંહ વિહજી દરબાર સહિત અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News