માવલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક સાથે બે ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 12:39:51
  • Views : 395
  • Modified Date : 2020-03-18 12:39:51

 નજીકની માવલ ચેક પોસ્ટ પરથી સોમવારે સવારે દારૂ ભરેલી એક ટ્રક સાથે બે શખ્સો ઝડપાયા હતા. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ લઇ ઘુસતી ટ્રક નં.જીજે-11-વાય-5392ને પોલીસે રોકાવી તેની તપાસ કરતા ટ્રકમા ચોખાના કટ્ટાના ભુસા નીચે સંતાડેલી વિદેશી દારૂની 540 પેટી મળી હતી. ડ્રાયવર સલીમ ઇસ્માઇલ મુસલમાન(ઉ.27)(રહે.રામદેવપુર, સક્કરબાગ, દોલપુર, જિ.જૂનાગઢ અને અરમાન ઉસ્માન મુસલમાન(ઉ.20)(રહે.કિરીટનગર દોલપુર)ની અટકાયત કરી હતી.

Download Our B K News Today App



Related News