ધાનેરાના લવારાથી દારૂ ભરેલી રીક્ષા સાથે બે શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-07 12:20:53
  • Views : 611
  • Modified Date : 2020-07-07 12:20:53

 બનાસકાંઠા જિલ્લામાં દારૂ પકડાવાના કેસ વધી રહ્યા છે. વલારા ચેક પોસ્ટ પાસેથી પોલીસે રિક્ષામાંથી દારૂ સાથે બે ઝડપી પાડ્યા હતા. ધાનેરાની લવારા ચેકપોસ્ટ ઉપર રવિવારે પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન રીક્ષા નં. જીજે-08-એટી-9455ને ઉભી રખાવી પુછપરછ કરી તપાસ કરતા રીક્ષાની સીટ  નીચે 156 બોટલ કીંમત રૂ.31,920 નો દારૂ ભરેલો મળી આવતા પોલીસે દારૂ સહીત અન્ય મુૂદ્દામાલ મળી કુલ રૂ.1,86,920 ના મુદ્દામાલ સાથે  રીક્ષામાં બેઠેલા કૌસિક દિલીપભાઇ શ્રીમાળી(રહે.રાજપુર ડીસા) અને ભરત ખુમાભાઇ માજીરાણા (રહે. શિવનગર ટેકરા,ડીસા)ને ઝડપી તેમની પુછપરછ કરી હતી જેમાં આ દારૂ સાંચોરના ગરડાલી ઠેકાથી ભજનલાલ નામના શખ્સે ભરાવ્યો હોવાનુ અને તે ડીસા ખાતે દશરથ મુકેશભાઇ ઠાકોર(રહે.આંગડવાસ,ડીસા) તેમજ ઇશ્વર રાજુભાઇ માજીરાણા (રંગા સ્વામી)(રહે. શિવનગર ટેકરા,ડીસા)એ મંગાવ્યો હોવાનુ ખુલતા પોલીસે ઝડપાયેલા બે શખ્સોની અટકાયત કરી 5 સામે ગુનો નોધી  આગળની તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News