કંસારી નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:49:33
  • Views : 479
  • Modified Date : 2020-07-23 12:49:33

 ડીસાના કંસારા નજીકથી મંગળવારે રાત્રે દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી. તાલુકા પીએસઆઇ બી.જે.ચાવડા મંગળવારે રાત્રે કંસારી નજીક સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાઈવાડા તરફથી આવી રહેલ જીજે-18-એઇ-7547 નંબરની કારને રોકાવા ઈશારો કરતા કારચાલકે શેરપુરા તરફ ભગાડી મૂકતા પોલીસે તેમનો પીછો કરતા કાર પ્રજાપતિ નગર જોડે મૂકી ભાગવા જતા પોલીસે એક શ્રવણસીગ ધારસીગ વાઘેલા (રહે.ચેહરાણી પાટી, ભડથ, તા.ડીસા) ને ઝડપી પાડયો હતો. જ્યારે સિધ્ધરાજસીંગ (હાલ રહે.ભડથ, મુળ રહે.ખારીયા, તા.કાંકરેજ) ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા 77,786 ની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની દારૂ તેમજ બિયરની 672 બોટલ, મોબાઇલ તેમજ રૂપિયા 70 હજારની કાર મળી કુલ રૂપિયા 1,51,786 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News