શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી, દર્શન માટે મંદિરોમાં ભીડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 15:20:58
  • Views : 564
  • Modified Date : 2019-11-10 15:20:58

134 વર્ષ જૂના અયોધ્યા વિવાદમાં ચૂકાદો આવ્યા બાદ રવિવારે સવારે અહીં સરયૂ તટ પર લોકો ઉત્સાહિત દેખાયા હતાં. લોકો વહેલી સવારથી જ ઘાટ પર સ્નાન કરવા માટે પહોંચવા લાગ્યા અને રોજની સરખામણીએ ભીડ વધારે હતી. શ્રદ્ધાળુઓએ મંદિરોમાં પૂજા-અર્ચના કરી અને શ્રીરામનો જયઘોષ કર્યો. સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત છે અને સડકો પર પરિસ્થિતિ સામાન્ય છે. જોકે અમુક રસ્તાઓ પર વાહનોના જવા પર પ્રતિંબધ છે. સુપ્રીમ કોર્ટે શનિવારે વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવા અને મુસ્લિમ પક્ષને અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે. અયોધ્યાથી ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટહનુમાનગઢી: મંદિરોમાં ભક્તોની ભીડ, રસ્તાઓ પર લોકોમાં ચર્ચાહનુમાનગઢીમાં ભાવિકોની ભીડ સવારથી ઉમડી છે. રોજની જેમાં તેમને ચૂસ્ત સુરક્ષા ચેકિંગમાંથી પસાર થવું પડ્યું. બનારસના રહેવાસી સુદામા અગ્નિહોત્રી પણ દર્શન કરવા પહોંચ્યા. તેમણે કહ્યું કે તેમને દર્શનમાં કોઇ ખાસ પરેશાની ન થઇ. લોકો દર્શન કરવા આવી રહ્યાં છે. ભીડ બહુ નથી પરંતુ ઓછી પણ નથી.રામલલ્લા બિરાજમાન- દર્શન માટે ભાવિકો પહોંચ્યાંસુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ રામલલ્લા બિરાજમાન પાસે સુરક્ષા ચૂસ્ત કરી દેવાઇછે. દર્શનાર્થીઓની સંખ્યા સામાન્ય દિવસો કરતા ભલે ઓછી રહી હોય પરંતુ લોકોમાં રામલલ્લાના દર્શનની ઇચ્છા વધારે જોવા મળી. મધુકરિયા સંત મિથિલા બિહારીદાસે જણાવ્યું કે રામલલ્લાના દર્શન કરવાથી ખૂબ સુખદ અનુભૂતિ મળી. ચૂકાદા બાદ આજના દર્શન ખાસ છે.રામ જન્મભૂમિ અને કનક ભવન અન્ય મંદિરોમાં ભીડ સામાન્યરામ જન્મભૂમિ અને કનકભવનમાં સામાન્ય દિવસોની જેમ ભીડ નથી. દર્શન કરનારાઓને થોડી ચેકિંગમાંથી પસાર થવું પડે છે. બજાર, મંદિર અને સરયૂ ઘાટ પર લોકો આવી રહ્યાં છે. દશરથ મહેલ, ભરત મિલાપ, રાજ દ્વાર શીશ મહેલ, કરુણાનિધાન ભવન, મંદિરમાં લવ-કુશ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. કોઇ પ્રકારની રોક નથી.લોકોએ કહ્યું- આજે રામમંદિર વાળી સવારઅહીંના મંદિર, ચાર રસ્તાઓ અને રસ્તાઓ પર ભીડ દેખાઇ રહી છે. રજાનો દિવસ હોવાથી સવારથી જ લોકો અયોધ્યામાં ફરવા નિકળ્યા. લોકોમાં ભાઇચારો દેખાયો. સ્થાનિકોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. હવે તેમની ઇચ્છા છે કે અહીં શાંતિ બરકરાર રહે. બન્ને સમુદાયના લોકો શાંતિ સાથે રહે. લોકોનું કહેવું હતું કે હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. આ શહેરમાં વિકાસની ગંગા વહેશે. લોકોને રોજગાર મળશે. લોકોનું કહેવું હતું કે આજે રામમંદિર વાળી સવારનું અયોધ્યાના લોકોએ સ્વાગત કર્યું છે. અમને નવી સવાર જોવા મળી છે.

Download Our B K News Today App



Related News