ડીસાની જી આઈ ડી સી વિસ્તારમાં આવેલ સુગર ફેકટરીમાં દરોડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 18:10:58
  • Views : 904
  • Modified Date : 2019-11-27 18:18:22

ડીસા જીઆઇડીસીમાં આવેલી અંબિકા સુગરકેન ફ્રૂ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા  ડી ફોર ડીસા ડી ફોર ડુપ્લીકેટત્યારે આજરોજ ડીસા અંબિકા સુગર કેન્ડી નામની ફેકટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી સાકરીયાના ૪ સેમ્પલો લેવામાં આવ્યા તેમજ ૭૦૦ કિલો માલ સીલ કરવામાં આવ્યો.હતો... બનાસકાંઠાના ડીસામાં આવેલી સુગરમિલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે ફ્રૂએન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડયા હતા જેમાં શંકાસ્પદ અખાદ્ય સાકરીયાના સેમ્પલ લઇ 700 કિલો જથ્થો વિભાગે સિઝ કર્યો છે ડીસામાં આવેલી જી.આઇ.ડી.સીમાં ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે  અને ડીસાથી આજુબાજુના સેન્ટરોમાં રાતો રાતો માલની સપ્લાય થઈ રહ્યો છે અને તંત્ર  દ્વારા અવાર નવાર સેમ્પલો લઈ જવામાં આવે છે ત્યારે સેમ્પલો નો કોઈ રિપોર્ટ આપવામાં આવતો નથી કે કોઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવતી નથી જો અધિકારીઓ આ બાબતેને ધ્યાનમાં લેતો ડુબલીકેટ ચીજ વસ્તુઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે તેમ છે..જેને પગલે આજે પાલનપુર ફૂડ વિભાગની ટીમે ડીસા જીઆઇડીસીમાં આવેલી અંબિકા સુગર મિલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ તપાસ કરતા કરતા સુગર મિલમાં શંકાસ્પદ અખાદ્ય સાકરીયાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અધિકારીઓએ સાકરીયાના સેમ્પલ લઇ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. જ્યારે ૭૦૦ કિલો અખાદ્ય સાકરીયાનો જથ્થો સીઝ કર્યો છે ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી અન્ય ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.......


Download Our B K News Today App



Related News