દરિયામાં તોફાનઃ 700 બોટ મધદરિયેથી કિનારે પરત, કાંઠાના જિલ્લાઓને દરિયો ન ખેડવા ચેતવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 14:00:22
  • Views : 509
  • Modified Date : 2019-09-22 14:00:22

  • 23 તારીખ સુધી દરિયામા રહેશે કરંટ યથાવત  
  • તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી બોટને ટોકન ઇસ્યુ કરવામાં નહીં આવે
  • દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવાઇદરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. અને માછીમારી માટે જતી બોટોને ટોકન આપવાના બંધ કરી દેવામાં આવ્યા છે. માછીમારી માટે ગયેલી બોટને પણ પરત બોલાવી લેવામાં આવી છે.દરિયામાં 23મી સુધી રહેશે કરંટઉત્તર અરબી સમુદ્રમાં લો પ્રેશરથી દરિયો તોફાની બનવાની શક્યતાઓ છે. બે દિવસ સુધી માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દ. ગુજરાતમાં 7.6 કિમીની ઝડપે દરિયાઈ પવન ઉઠવાને કારણે મોજાઓ ઉઠશે જેને કારણે દરિયામાં દેખાવાનું બંધ થઈ શકે છે. 36 કલાક સુધી આ દબાણને કારણે દરિયો ખેડવો જોખમી બનશે. અમરેલીમાં માછીમોરોને ટોકન આપવાનું બંધ કરાયુઅમરેલીમાં માછીમારોને ટોકન આપવાનુ બંધ કરી દેવામાં આવ્યું છે. દરિયો ખેડવા ગયેલી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. જાફરાબાદ બંદરની 700 બોટો કિનારે પરત ફરી છે. તંત્ર દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી ટોકન ઈસ્યુ નહીં કરવામાં આવે. દ્વારકામાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા એલર્ટદ્રારકામાં પણ 23 તારીખ સુધી દરિયામા કરંટને લીધે દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે. દરિયો તોફાની રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે

Download Our B K News Today App



Related News