સાંતરવાડા ગામે દૂધ ડેરીમાં તસ્કરો ત્રાટક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-08 18:14:50
  • Views : 473
  • Modified Date : 2020-02-08 18:14:50

સાંતરવાડા ગામે દૂધ ડેરીમાં તસ્કરો ત્રાટક્યા

ડીસાદાંતીવાડા તાલુકાના સાંતરવાડા ગામે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. ગત ગુરૂવારની વહેલી સવારે ગામમાં આવેલ દૂધ મંડળીના મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો તાળું તોડી ઓફિસમાં પડેલ તિજોરીમાં રહેલ રોકડ રકમ રૂપિયા ૧,૫૯,૬૦૦/-લઈ પલાયન થઈ ગયા હતા.દાંતીવાડા તાલુકામાં દિન પ્રતિદિન ચોરીઓના બનાવો વધતા જાય છે, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ત્યારે પાંથાવાડા પોલીસ મથકની હદમાં આવતા સાંતરવાડા ગામની દૂધ મંડળીમાં તિજોરી તોડી તેની અંદર રહેલા બનાસદાણના રોકડા રૂપિયા ૧,૫૯,૬૦૦/-લઈ ચોર તત્વો રફુચક્કર થઈ ગયા હતા.ડેરીમાં ટેસ્ટર તરીકે નોકરી કરતા સહદેવભાઈ મંડળીના મકાનમાં જ રાત્રે સૂતા હતા. ત્યારે અંદરની બાજુ અવાજ સાંભળી તેઓ જાગી ગયા હતા અને સવારના ચાર વાગ્યા આજુબાજુનો સમય થયો હતો. ત્યારે તેઓ અંદર જોતા બે ઈસમો બેટરીની મદદથી તિજોરી તોડી રહ્યા હતા. જે જોતા તેઓ અંદરના દરવાજાથી ધાબા પર જઈ ડેરીના મંત્રી સહિત આજુબાજુના લોકોને મોબાઈલ ફોનથી જાણ કરી હતી. ત્યારે લોકો આવતા ચોર તત્વો સાથે થોડી દૂર ગાડી સાથે ઉભેલા બીજા ઈસમો અંધારાનો લાભ લઈ બધાની સાથે ગાડીમાં બેસી ચોરીની રકમ લઈ નાસી ગયા હતા.


Download Our B K News Today App



Related News