ગેબનશાહ પીરની દરગાહ પાસે કડવા લીમડાના વૃક્ષમાંથી મીઠું પાણી પડતા લોકોએ પ્રસાદીરૂપે ગ્રહણ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-28 17:37:25
  • Views : 477
  • Modified Date : 2020-02-28 17:37:25

જસદણની ગેબનશાહ સોસાયટીમાં ગેબનશાહ પીરની અતિ પૌરાણિક દરગાહ આવેલી છે. જ્યાં છેલ્લા બે દિવસથી કડવા લીમડામાંથી મીઠું પાણી પડી રહ્યું છે. આથી ભાવિકો હાલ પ્રસાદીરૂપે આ પાણી પી રહ્યા છે. કડવા લીમડામાંથી પીવાલાયક મીઠું પાણી છેલ્લા બે દિવસથી પડી રહ્યું છે. દરગાહના મુંજાવરે જણાવ્યું છે કે, આ ગેબનશાપીરની કરામત છે, આવું અગાઉ 14 વર્ષ પહેલા 21 દિવસ સુધી પાણી પડ્યું હતું. વધુમાં જણાવ્યું કે, એક બહેનના સપનામાં દાદા કહી ગયા છે 21 દિવસ સુધી પાણી પડશે અને પાણી નાળિયેરના પાણી જેવું પાણી પડી છે. ફરીદાબેને જણાવ્યું હતું કે, 14 વર્ષ પહેલા પાણી પડ્યું હતું. અમે દરગાહની બાજુમાં જ રહીએ છીએ. છેલ્લા બે દિવસથી પાણી પડે છે અને પાણી મીઠા ટોપરા જેવું છે.

Download Our B K News Today App



Related News