કુદરતી હાજતે જતી રાજસ્થાનની યુવતીની દાંતીવાડાના વાવધરાના શખ્સે છેડતી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 12:27:25
  • Views : 601
  • Modified Date : 2020-08-07 12:27:25

   રાજસ્થાનના સરહદ પાસે આવેલા દાંતીવાડા તાલુકાના વાવધરા ગામની નજીક આવેલા રાજસ્થાનના મેથીપુરા ગામની યુવતી સોમવારે વાવધરા ગામે કુદરતી હાજતે જતી હતી. ત્યારે વાવધરાના એક શખ્સે યુવતીની છેડતી કરી યુવતી અને તેના પતિને મારી નાખવાની ધમકીઓ આપતા યુવતીએ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દાંતીવાડાના વાવધરા ગામને અડીને આવેલા રાજસ્થાનના મેથીપુરા ગામની યુવતી સોમવારે વાવધરા ગામે કુદરતી હાજતે જતી હતી. ત્યારે વાવધરા ગામના નટવરભાઇ ઇશ્વરભાઇ કોળી નામના શખ્સે યુવતીની છેડતી કરી યુવતી અને તેના પતિને મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેને લઇ યુવતીએ બુધવારે દાંતીવાડા પોલીસ મથકે વાવધરાના નટવરભાઇ ઇશ્વરભાઇ કોળી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News