દાનિશ અલીએ જણાવ્યું કે કયા સાંસદના મહેમાન હતા હુમલાખોર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-13 14:29:39
  • Views : 93
  • Modified Date : 2023-12-13 14:29:39

સંસદના શિયાળુ સત્ર દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. 2 અજાણ્યા લોકો લોકસભામાં ઘૂસ્યા હતા અને હંગામો મચાવ્યો હતો અને કાર્યવાહી દરમિયાન સાંસદો જ્યાં બેઠા હતા તે બેઠકો પર કૂદી પડ્યા હતા. BSP સાંસદ દાનિશ અલીએ આ માહિતી આપી છે કે અંદર ઘૂસેલા વ્યક્તિનું નામ સાગર હતું. આ વ્યક્તિ મૈસુરના સાંસદના મહેમાન બનીને સંસદમાં પ્રવેશ્યા હતા.સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે, અચાનક બંને લોકોએ પીળો ધુમાડો ઉડાવવાનું શરૂ કર્યું હતું. મેં તેનો સિક્યોરિટી પાસ જોયો તો તેમાં સાગરનું નામ લખેલું હતું. તૃણમૂલ સાંસદ કાકોલી ઘોષે કહ્યું કે, આ ઘટના બાદ સાંસદો લોકસભામાંથી દોડીને બહાર આવી ગયા હતા. ગેલેરીમાં બેઠેલો કોઈ માણસ ગૃહમાં કચરો અને ગેસ જેવી વસ્તુઓ ફેંકી રહ્યો હતો.સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને કહ્યું કે, પ્રેક્ષક ગેલેરીમાંથી 2 લોકો અચાનક લોકસભાની ચેમ્બરમાં કૂદ્યા હતા અને પોતાના જૂતામાંથી કંઈક કાઢ્યુ હતું, જેના કારણે ગેસ ફેલાયો હતો. તેમણે એમ પણ કહ્યું કે, આ ગેસ કયો હતો, શું તે ઝેરી ગેસ હતો કે નહીં? તેમણે કહ્યુ કે, સંસદની સુરક્ષામાં ખૂબ જ ગંભીર ખામીઓ છે. આ રીતે, કોઈ વ્યક્તિ તેના જૂતામાં બોમ્બ પણ લઈને આવી શકે છે.અન્ય સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે, અચાનક બે લોકો ગૃહમાં આવે છે. 22 વર્ષ પહેલા પણ આ જ રીતે સંસદ પર હુમલો થયો હતો. ખાસ વાત એ છે કે સંસદની સુરક્ષામાં ક્ષતિની આ ઘટના 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર બની છે.

Download Our B K News Today App



Related News