ડાયટમાં હાઈ ફાઈબર અને દહીં લેવાથી ફેફસાંનાં કેન્સરનું જોખમ ઘટે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 13:39:52
  • Views : 466
  • Modified Date : 2019-10-31 13:39:52

હાઈ ફાઈબર ડાયટનાં ઘણા ફાયદા રહેલાં છે. તેનાથી ફેફસાંનાં કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે. યુરોપમાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ હાઈ ફાઈબર અને દહીંનું સેવન કરવાથી ફેફસાનાં કેન્સરનાં જોખમને 33% ઘટાડી શકાય છે.

અમેરિકા, યુરોપ અને એશિયાનાં 14 લાખ લોકોનાં ડેટાને આાધારે આ સિસર્ચ કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને તેમના ડાયટમાં લેવાતા ફાઈબર અને દહીંની માત્રાને આધારે 4 ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા.

આ તમામ લોકોનાં ડાયટ પ્લાનની તેમનાં ફેફસાંનાં પર થતી અસરનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં સામે આવ્યું કે ડાયટમાં હાઈ ફાઈબર અને દહીંનું સેવન કરતા લોકોમાં અન્ય લોકોની સરખામણીએ ફેફસાંનાં કેન્સરનું જોખમ 33% ઓછું જોવા મળે છે.

'જામા ઓન્કોલોજી' નામની મેડિકલ જર્નલમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. સાઉથ કોરિયાની સેઉલ નેશનલ યુનિવર્સિટીનાં રિસર્ચર ડો. જા જેઓંગ આ રિસર્ચના લીડ ઓથર છે.

રિસર્ચમાં સામેલ ઓથર શ્યાઓ શુ જણાવે છે કે, 'અમારા રિસર્ચના પરિણામ અમેરિકાની 2015-2020ની ડાયટરી ગાઈડલાઈનને સપોર્ટ કરે છે'

Download Our B K News Today App



Related News