ડીસામાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાને દહેજભૂખ્યા સાસરિયાંએ તગેડી મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 11:58:54
  • Views : 838
  • Modified Date : 2020-07-11 11:58:54

 ડીસામાં બે વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને તેના પતિ સહિત સાસરીયા દ્વારા અવારનવાર શારીરીક તેમજ માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરી તગેડી મુકી હતી.આથી પરિણીતાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પતિ સહિત 5 સામે ફરીયાદ નોંધાવી છે.ડીસાના ઉમિયાનગર પાછળ આવેલ ગાયત્રી નગરમાં રહેતી હિનલ નરેન્દ્રકુમાર કસ્તુરજી ખત્રીએ 26 ફેબ્રુઆરી-2018 ના રોજ પરીવારની મરજી વિરૂધ્ધ ડીસાના શાસ્ત્રીનગરમાં રહેતાં સોહિલ બાબુલાલ પઢીયાર (માળી) સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. થોડો સમય લગ્ન જીવન સુખી રીતે ચાલ્યા બાદ સોહિલને ગાલના ભાગે કેન્સર થયું હોવાથી સારવારમાં વધુ રકમ ખર્ચાઈ હતી. જેથી ઘરના અન્ય સભ્યો હિનલના પિતાને ત્યાંથી પૈસા લાવવાની માંગણી કરી અવારનવાર શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતાં હતાં. જો કે, પરિણીતાને સોહિલ દ્વારા મારઝૂડ કરી દોઢ માસ અગાઉ બે માસની દિકરી સાથે પિયરમાં તગેડી મુકી હતી. આથી સાસરીયાના ત્રાસનો ભોગ બનનાર હિનલબેન સોહિલભાઇ બાબુલાલ પઢિયાર (માળી) એ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પતિ સોહિલભાઇ બાબુલાલ પઢિયાર, સાસુ કમળાબેન બાબુલાલ પઢિયાર (બન્ને રહે.શાસ્ત્રીનગર, ડીસા), જેઠ અનિલભાઇ બાબુલાલ પઢિયાર (રહે.પ્રતાપચાલી, ડીસા), નણંદ નિક્કીબેન બાબુલાલ પઢિયાર (રહે.બાલાજી ફાર્મ, પાલનપુર) અને નણંદ પુજાબેન બાબુલાલ પઢિયાર (રહે.શ્યામ વિલાસ, હનુમાન ટેકરી, પાલનપુર) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. નરસેગભાઇ પટેલ ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News