અંબાજીની યુવતીને સાસરિયાઓએ તગેડી મુકતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 10:25:28
  • Views : 418
  • Modified Date : 2020-03-23 10:25:28

અંબાજીની યુવતીની કુખે દીકરીનો જન્મ થતાં સાસરિયાઓએ યુવતીને મહેણા ટોણા મારી રૂ.5 લાખની દહેજ માંગી માર મારી સાસરિયેથી કાઢી મુકતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.અંબાજીના રામનગર સોસાયટી નજીક રહેતી એક યુવતીના લગ્ન મધ્યપ્રદેશના અલીરાજપુર કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા કૃણાલ કૈલાશચંદ્ર શર્મા સાથે થયા હતા. જોકે લગ્નના બાદ યુવતીની કૂખે દીકરીનો જન્મ થતા સાસરિયાઓ યુવતિને લગ્નના દોઢ વર્ષમા જ અવારનવાર મહેણા ટોણાં મારી પિયરેથી રૂ.5 લાખની દહેજની માંગ કરી ત્રાસ આપી માર મારી સાસરિયેથી કાઢી મુકી હતી. જેથી પરિણીતા દ્વારા તેના પતિ કૃણાલ કૈલાશચંદ્ર શર્મા,કૈલાશચંદ્ર પુરૂષોત્તમ શર્મા અને જમનાબેન કૈલાશચંદ્ર શર્મા સામે ફરિયાદ નોંધાવાઇ હતી. જોકે પોલીસ દ્વારા ગુનો નોંધી દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે

Download Our B K News Today App



Related News